બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કાશ્મીરમાં ફરી આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા.. કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન

Earthquake News / કાશ્મીરમાં ફરી આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા.. કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન

Ajitsinh Jadeja

Last Updated: 08:56 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake Today: શનિવારે સાંજે (27 જૂન) ઉત્તર કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા છે.

Earthquake Today: શનિવારે સાંજે (27 જૂન) ઉત્તર કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા છે. કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હતું. કાશ્મીરમાં ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા આવ્યા છે.

કાશ્મીરમાં આજે 27 જુનના સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે જેથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા છે. ગુરુવારે પણ કાશ્મીરના પુલવામામાં 3.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો ત્રણ દિવસમાં કાશ્મીરમાં બીજી વાર ભૂકંપ આવ્યો છે.

શનિવારે (27 જૂન) કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગભરાટ વચ્ચે લોકો સાવચેતીના ભાગ રૂપે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં હતું. અફઘાનિસ્તાનમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

ગુરુવારે (૨૫ જૂન) વિશ્વભરમાં અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વેનેઝુએલા અને જાપાનમાં તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી હતી. NCS અનુસાર જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 25 જૂને સવારે 2:30 વાગ્યે પણ ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પુલવામા વિસ્તારની નજીક 33.913° ઉત્તર અક્ષાંશ અને 75.095° પૂર્વ રેખાંશ પર હતું, અને તેની ઊંડાઈ જમીનથી આશરે 15 કિલોમીટર નીચે હતી.

VTV ADD

આ પણ વાંચોઃ Seychelles / PM મોદીએ સેશેલ્સમાં કાચબાને ઘાસ ખવડાવ્યું, બોટનિકલ ગાર્ડનની લીધી મુલાકાત

આસામ અને મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

આ પહેલા 24 જૂને રાત્રે 12:34 વાગ્યે આસામના ગોલપારા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 24 જૂને મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સવારે 8:08 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ઓછી તીવ્રતાને કારણે મોટાભાગના લોકોને ભૂકંપનો અનુભવ થયો ન હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake News Kashmir News Earthquake Today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ