બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિ સુઝુકીની ફેમસ SUV બ્રેઝા આવશે માર્કેટમાં, નવા અપડેટ સાથે કિંમત વધશે
Last Updated: 03:44 PM, 25 June 2026
મારુતિ સુઝુકી ટૂંક સમયમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV બ્રેઝાનું ફેસલિફ્ટેડ વર્ઝન લોન્ચ કરશે. લોન્ચ થયા બાદ બ્રેઝાનું આ પહેલું મોટું અપડેટ હશે. રિપોર્ટ મુજબ નવી બ્રેઝામાં પહેલી વાર ટર્બો-પેટ્રોલ એન્જિન આવી શકે છે. આ સિવાય એક્સ્ટર્નલ, ઇન્ટિરિયર અને સુવિધાઓમાં મોટા ફેરફારો જોવા મળશે. જો તમે નવી બ્રેઝા લેવાનું વિચારી રહ્યા છો તો ફેસલિફ્ટની રાહ જોવી એ પ્રોફિટનો સોદો સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ નવી બ્રેઝા ફેસલિફ્ટમાં પહેલી વાર 1.0-લિટર, 3-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન આવી શકે છે. આ એન્જિન લગભગ 98.6 hp પાવર અને 147.6 Nm ટોર્ક જનરેટ કરે તેવી શક્યતા છે. તેને 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં હાલનું 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન લાઇનઅપમાં રહેશે. આ એન્જિન 103 hp અને 137 Nm ટોર્ક પેદા કરે છે અને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. જેમાં કંપની ફેક્ટરી-ફિટેડ અંડરબોડી CNG ટાંકી પણ ઓફર કરી શકે છે. તેનાથી ટ્રંકમાં CNG સિલિન્ડર સ્ટોર કરવાની જરૂરિયાત દૂર થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવી બ્રેઝાના કેબિનને વધુ પ્રીમિયમ બનાવી શકાય છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે મોટી 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોવાની શક્યતા છે. જેમાં નવી ડેશબોર્ડ ડિઝાઇન, સુધારેલી સીટ અપહોલ્સ્ટરી અને નવી ઇન્ટર્નલ ફિનિશ પણ આવી છે. જેમાં સૌથી મોટું અપડેટ લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) આવી શકે છે જે અત્યારની બ્રેઝામાં નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ જુલાઈ 2026 ની આસપાસ લોન્ચ થઈ શકે છે. આ અપડેટ 2027 સુધીમાં બ્રેઝા, ફ્રોન્ક્સ અને ગ્રાન્ડ વિટારાને અપડેટ કરવાની મારુતિ સુઝુકીની સ્ટ્રેટેજીનો એક હિસ્સો હોવાનું માનવામાં આવે છે. અત્યારે બ્રેઝાની એક્સ-શોરૂમ કિંમત 8.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 14.04 લાખ રૂપિયા સુધી જાય છે. નવા ટર્બોચાર્જ્ડ એન્જિન, ADAS અને એક્સ્ટ્રા ફીચર્સ હોવાને કારણે ફેસલિફ્ટેડ મોડેલની કિંમત વર્તમાન મોડેલ કરતા થોડી વધારે હોઈ શકે છે. પરંતુ કંપનીએ હજુ સુધી તેની ઑફિશિયલ કિંમત કે લોન્ચ ડેટ કન્ફર્મ નથી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.