ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હેક થઇ શકે છે Samsung સ્માર્ટફોન ફોન, ખુદ સરકારે આપ્યું ALERT

ટેક / હેક થઇ શકે છે Samsung સ્માર્ટફોન ફોન, ખુદ સરકારે આપ્યું ALERT

Published By: Nirav Kumar

Last Updated: 11:31 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે ચેતવણી આપી છે કે સેમસંગ સ્માર્ટફોન હેક થઇ શકે છે. જેમાં સરકારની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમેં ચેતવણી જાહેર કરી છે.

ADVERTISEMENT

જો તમે સેમસંગ સ્માર્ટફોન યુઝર હોવ તો સાવધાન થઇ જાવ. કેમ કે સેમસંગ યુઝર હેકિંગના જોખમમાં છે. સરકારે ખુદ લોકોને ગંભીર સિક્યોરીટી કમજોરી વિશે ચેતવણી આપી છે. એક અહેવાલ મુજબ સરકારની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ સેમસંગના નોક્સ સિક્યોરીટી માળખામાં સુરક્ષા કમજોરી અંગે હાઈ એલર્ટ ચેતવણી જાહેર કરી છે. જેમાં સેમસંગ નોક્સ એ ગેલેક્સી સ્માર્ટફોન અને ટેબ્લેટમાં બનેલ એક સિક્યોરીટી પ્લેટફોર્મ છે જે ડિવાઈસ, એપ્લિકેશનો અને સંવેદનશીલ ડેટાને સાયબર ખતરાથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.

  • આ વર્ઝન પર ચલાવતા ફોન જોખમમાં

એડવાઈઝરી મુજબ આ સિક્યોરીટી ખામી એના માટે છે જેમાં Android 13, Android 14, Android 15 અને Android 16 વર્ઝન ચાલે છે અને જે SMR જાન્યુઆરી-2026 રીલીઝ 1 પહેલાં આવેલા છે. આ આ ખામી PROCA ડ્રાઇવર નામના સેમસંગ નોક્સ કોમ્પોનંટ બગને કારણે થાય છે.

vtv hiring

CERT-In વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે જો આ ખામીનો ઉપયોગ કરવામાં આવે છે તો હેકર્સ તેનો ઉપયોગ મેલીસીયસ કોડ ચલાવવા, સિક્યોરીટીને બાયપાસ કરવા કે ફોનમાં અનધિકૃત ઍક્સેસ મેળવવા માટે કરી શકે છે. મતલબ કે તેઓ ફોન હાઇજેક કરી શકે છે અને તેના પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકે છે.

સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ આ મુદ્દાને "હાઈ સીવીયરીટી" તરીકે વર્ગીકૃત કરી છે અને જણાવ્યું છે કે તે ફોન સાથે ચેડાં કરવા, સિક્યોરીટી સિસ્ટમોને બાયપાસ કરવા અને ડેટાની અનધિકૃત ઍક્સેસ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. જોકે આ ખામીનો ઉપયોગ કરવા માટે જે તે ડિવાઈઝની લોકલ ઍક્સેસની જરૂર છે, જેમ યુઝર્સને શક્ય તેટલી વહેલી તકે લેટેસ્ટ સિક્યોરીટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ સેમસંગે જાહેરમાં જાહેર કર્યું નથી કે વિશ્વભરમાં કે ભારતમાં આ કમજોરીથી કેટલા યુઝર્સ કે અથવા ડિવાઈઝ પ્રભાવિત થઈ શકે છે.

વધુ વાંચો : તમારા PF એકાઉન્ટમાં કેટલા અને ક્યારે આવશે વ્યાજના પૈસા? કેવી રીતે ચેક કરવું બેલેન્સ

  • સેફ રહેવા આ બાબતો કરો

જો તમે હેકિંગથી બચવા માંગતા હોવ તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારો ફોન લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝનમાં ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ સેટિંગ્સ → સોફ્ટવેર અપડેટ → ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પર જઈને તેમના ગેલેક્સી સ્માર્ટફોન પર અપડેટ્સ માટે ચેક કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone User Samsung Cybersecurity

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ