બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કૂલર આપશે AC જેવી ઠંડક, માટલું રાખવાની આ હેક શીખી લો

કામની વાત / કૂલર આપશે AC જેવી ઠંડક, માટલું રાખવાની આ હેક શીખી લો

Nirav Kumar

Last Updated: 05:04 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઠંડી હવા માટે કુલરનો ઉપયોગ કરો છો તો અમુક સમય બાદ તે ગરમ આપવાનું શરૂ કરે છે. આથી તમે એક સરળ હેક અજમાવી લગાતાર ઠંડી હવા મેળવી શકો છો.

ઉનાળામાં ઠંડક માટે લોકો એસી કે કુલર, પંખાનો ઉપયોગ કરે છે. જો કે ઘણા ઘરોમાં AC એ કુલરની જગ્યા લઈ લીધી છે પરંતુ આજે પણ ઘણા લોકો બજેટને કારણે એર કંડિશનર ખરીદી શકતા નથી. જ્યારે અતિશય ગરમી હોય છે ત્યારે કુલર ગરમ હવા પણ બહાર કાઢે છે, જેના કારણે રાત્રે સારી ઊંઘ આવતી નથી. જો તમારું કૂલર પણ ગરમ હવા ફૂંકતું હોય અને રૂમ ઠંડકને બદલે ભેજ અને ગરમીથી ભરેલો હહોય તો મટકાનો એક સરળ વાયરલ હેક અજમાવો.

  • કુલરમાંથી હવા ઠંડી કરવી

AC 10 મિનિટની અંદર રૂમને ઠંડક આપે છે અને પછી તેને હળવા તાપમાન પર સેટ કરીને તમે આરામથી સૂઈ શકો છો પરંતુ કુલર સાથે આવું થતું નથી. કુલરમાં એટલી જ હવા આવતી રહે છે, માત્ર તેનું પાણી ઠંડું હોવું જોઈએ. કૂલર બહારની હવા ખેંચે છે ઠંડી કરે છે અને અંદર ફેંકી દે છે પરંતુ જો તે બહાર ખૂબ ગરમ હોય તો તેની હવા પણ ગરમ હશે. આવી સ્થિતિમાં લોકો કૂલરમાં હવાને ઠંડક આપવા માટે અમૂક ઘરેલું યુક્તિઓ લઈને આવ્યા છે.

vtv hiring 2
  • માટલા હેક
    જો તમે માટલાની આ પદ્ધતિ અપનાવશો તો તમારું કુલર પણ એસી જેવી ઠંડી હવા આપશે. જેમાં તમારે એક મધ્યમ કદનું માટલું લેવાનું છે અને તેની પાછળના ભાગમાં 4-5 છિદ્રો કરવા પડશે. ડ્રીલ મશીન વડે આ માટલામાં છિદ્ર બનાવો.

પછી કુલરમાં પાણી ભરો અને માટલાને વચ્ચે રાખો. આ વાસણ પાણી પર તરતું હશે આથી તમારે માટલામાં થોડું ઠંડુ પાણી પણ નાખવું પડશે. હવે તેમાં મોટર મુકો. ધ્યાનમાં રાખો કે તમારે આ કામ કૂલરને અનપ્લગ કર્યા બાદ જ કરવું જોઈએ નહીં તો ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. કૂલરમાં એક મોટર હશે અને તળિયે બનાવેલા છિદ્રમાંથી ઠંડુ પાણી બહાર આવતું રહેશે. આવી જ રીતે તમને દિવસ-રાત કૂલરની ઠંડી હવા મળતી રહેશે.

વધુ વાંચો : ફ્રિજમાં અખબારનો એક બોલ બનાવીને રાખી દો, ફાયદા જાણીને કહેશો-પહેલા કેમ ન જણાવ્યાં

  • બીજી 2 રીતો
    જો તમે માટલાને કૂલરમાં રાખવા માંગતા નથી અથવા તમારું કૂલર નાનું છે તો 2-3 પ્લાસ્ટિકની બોટલોમાં બરફનો સંગ્રહ કરો. આ બોટલોને કૂલરની અંદર મૂકો અને પછી ઠંડી હવાનો આનંદ લો. કૂલરમાં રહેલું ઘાસ હવાને ઠંડક કે ગરમ કરવામાં પણ ખાસ ભૂમિકા ભજવે છે. તમારે માર્કેટમાંથી વૂલ વુડ પેડ સાથેનું ઘાસ ખરીદવું અને તેને કૂલરમાં મુકવું. તેનાથી હવા ઠંડી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cooler Cool Air Summer
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ