બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ ડિમોલિશનમાં અધિકારીઓએ કટકી કરી, ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ

વિવાદ / રાજકોટ ડિમોલિશનમાં અધિકારીઓએ કટકી કરી, ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ

Priykant Shrimali

Last Updated: 02:49 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RMC Demolition : જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી બાદ હવે તેના ખર્ચને લઈને ચર્ચાઓ તેજ, આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો યથાવત

RMC Demolition : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી બાદ હવે તેના ખર્ચને લઈને ચર્ચાઓ તેજ બની છે. કામગીરી પૂર્ણ થયા પછી રજૂ કરાયેલા ખર્ચના અંદાજ અને બિલોને લઈને રાજકીય સ્તરે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ધવાએ જાહેરમાં અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે અને કામગીરી સાથે જોડાયેલા ખર્ચ અંગે પારદર્શક તપાસની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ ડિમોલિશન કામગીરી માટે રજૂ કરાયેલા કેટલાક બિલો અને ખર્ચના આંકડા અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.

પાણીનો ખર્ચો 27 લાખ રૂપિયાનો કેવી રીતે થાય?-વિનુ ધવા

વિનુ ધવાએ દાવો કર્યો છે કે ખાણી-પીણી અને અન્ય વ્યવસ્થાઓ માટે દર્શાવવામાં આવેલા ખર્ચમાં ગેરસમજ અથવા ગેરરીતિની શક્યતા તપાસવી જોઈએ. ખાસ કરીને પાણી અને અન્ય ખર્ચના બિલ અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે આટલો ખર્ચ કઈ રીતે અને કયા આધારે નોંધાયો. આ મામલે ચર્ચામાં આવેલા આંકડા મુજબ ડિમોલિશન દરમિયાન ભોજન, નાસ્તો, પાણી અને અન્ય વ્યવસ્થાઓ માટે અલગ-અલગ ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે આ ખર્ચની વાસ્તવિકતા અને તેની પ્રક્રિયા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર તપાસનો અંતિમ અહેવાલ જાહેર થયો નથી.

આની વિજિલન્સ તપાસ થવી જોઈએ-વિનુ ધવા

વિનુ ધવાએ કેટલાક અધિકારીઓની કામગીરી અને ખર્ચ વ્યવસ્થાપનને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને વિજિલન્સ સ્તરે તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે. સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમની રજૂઆત કોઈ વ્યક્તિગત કારણસર નહીં પરંતુ જાહેર ખર્ચની જવાબદારીના મુદ્દે કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુ ધવાએ કામગીરી દરમિયાન થયેલા ખર્ચ અને રજૂ કરાયેલા બિલોને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ ડિમોલિશન સંબંધિત રજૂ કરાયેલા ખર્ચના બિલમાં ગેરરીતિની આશંકા છે અને ખર્ચના આંકડાઓની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. ખાસ કરીને પાણી અને અન્ય વ્યવસ્થાઓ માટે દર્શાવવામાં આવેલા ખર્ચને લઈને તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આટલો મોટો ખર્ચ કયા આધારે દર્શાવવામાં આવ્યો છે. વિનુ ધવાએ વધુમાં આરોગ્ય અધિકારી જયેશ વાકાણીને લઈને પણ આરોપો મૂક્યા અને સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ કોઈ વ્યક્તિગત અદાવતના કારણે નહીં પરંતુ જાહેર નાણાંના ઉપયોગ અંગે જવાબદારી અને પારદર્શિતા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ આ મામલે અત્યાર સુધી સત્તાવાર તપાસના અંતિમ તારણ જાહેર થયા નથી. હવે આગામી સમયમાં વહીવટી સ્તરે આ મુદ્દે શું કાર્યવાહી થાય છે અને રજૂ થયેલા સવાલોના જવાબ કેવી રીતે સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ બીજી તરફ સત્તાવાર તંત્ર તરફથી જે માહિતી સામે આવી છે તે મુજબ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્ટાફ અને વ્યવસ્થાપન માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે રજૂ થયેલા ખર્ચના આંકડાઓને લઈને ચર્ચા ચાલુ છે. હવે આગામી સમયમાં આ મુદ્દે વહીવટી સ્તરે કોઈ તપાસ, સમીક્ષા અથવા સત્તાવાર સ્પષ્ટતા થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. સમગ્ર મામલો જાહેર નાણાંના ઉપયોગ અને પારદર્શક વહીવટની ચર્ચા સાથે જોડાઈ ગયો છે.

રાજકોટ ડિમોલિશન ખર્ચ વિવાદમાં આરોગ્ય અધિકારીની સ્પષ્ટતા

આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું કે ડિમોલિશન કામગીરી સામાન્ય અભિયાન નહોતું પરંતુ મોટા પાયે સંકલન અને મેદાની વ્યવસ્થાની જરૂરિયાત ધરાવતું ઓપરેશન હતું. તેમના જણાવ્યા મુજબ કામગીરી દરમિયાન વિવિધ ઝોન પ્રમાણે સ્ટાફની જવાબદારીઓ વહેંચવામાં આવી હતી અને અનેક વિભાગોનું સંકલન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે કામગીરી દરમિયાન અનેક કર્મચારીઓ, પોલીસ દળ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સ્થળ પર હાજર હતી. ઝોન આધારિત આયોજન હેઠળ મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ સતત મેદાનમાં કાર્યરત રહ્યા હતા, જેના કારણે વ્યવસ્થાપન સંબંધિત સુવિધાઓ ગોઠવવામાં આવી હતી.

આ પણ વાંચો : સાયબર ફ્રોડનો ભોગ બનનારને મળશે 25000 રૂપિયાનું વળતર, RBIનો મોટો નિર્ણય

આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ચા, નાસ્તો અને બપોર બાદના રિફ્રેશમેન્ટની જવાબદારી સંબંધિત વિભાગ પાસે હતી અને ખર્ચની પ્રક્રિયા નિયમિત પદ્ધતિ મુજબ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે જે બિલ અંગે ચર્ચા થઈ રહી છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયા બાદ હાલ સમીક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મીડિયામાં મુદ્દો સામે આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બિલને હોલ્ડ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રજૂ કરાયેલા ખર્ચના કેટલાક મુદ્દાઓ અંગે વાંધાઓ પણ નોંધાયા હતા. પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા આરોપોને લઈને જવાબ આપતા તેમણે કહ્યું કે તેઓ દરેક સવાલના જવાબ આપવા તૈયાર છે અને સમગ્ર પ્રક્રિયા અંગે જરૂરી વિગતો રજૂ કરવામાં આવશે. સાથે જ કેટલાક ખર્ચ અને વસ્તુઓના દર અંગે જે ચર્ચા થઈ રહી છે તે અંગે પણ સ્પષ્ટતા કરી કે ચર્ચામાં આવેલા કેટલાક આંકડા હકીકતથી અલગ હોવાનું તેમનું માનવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Municipal Corporation, Vinu Dhava Demolition Operation
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ