બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:27 AM, 27 June 2026
1/5
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દેશભરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું સતત સક્રિય બની રહ્યું છે. આગામી 10 કલાક દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગુજરાત સહિત કુલ 16 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં વધુ આગળ વધશે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળશે
2/5
હવામાન વિભાગે 27 જૂને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને જરૂરી સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
3/5
દિલ્હી-NCRમાં ચોમાસું થોડું મોડું પહોંચવાની શક્યતા છે. અગાઉ 27 જૂન સુધી ચોમાસું પહોંચવાની ધારણા હતી, પરંતુ હવે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું પ્રવેશી શકે છે. જોકે 27 જૂને ગાજવીજ સાથે હળવો વરસાદ, 28 જૂને તેજ પવન સાથે ગરમીમાં રાહત, 29 જૂને વરસાદ અને 30 જૂને ભારે વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે
4/5
રાજસ્થાનમાં જયપુર, અજમેર, કોટા, ભરતપુર, અલવર, ઉદયપુર, ટોંક, સીકર સહિત અનેક વિસ્તારોમાં 27થી 29 જૂન દરમિયાન ભારે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, વિદિશા, રાયસેન, નર્મદાપુરમ, બેતુલ, જબલપુર, સતના, રીવા, શહડોલ, મંડલા સહિત અનેક જિલ્લાઓમાં 27 જૂનથી 2 જુલાઈ સુધી વરસાદની શક્યતા છે. અહીં પણ લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હિમાચલ પ્રદેશના શિમલા, સોલન, મંડી, કુલ્લુ, કાંગડા અને મનાલીમાં મધ્યમથી ભારે વરસાદ સાથે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
5/5
ઉત્તરાખંડના પૌરી ગઢવાલ, નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને ચંપાવત સહિતના વિસ્તારોમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. બીજી તરફ તમિલનાડુમાં કન્યાકુમારી, વેલ્લોર, કોઈમ્બતુર, કાંચીપુરમ, નીલગિરી, તિરુપ્પુર, થેની, ડિંડીગુલ, તેનકાસી, તિરુનેલવેલી સહિત એક ડઝનથી વધુ જિલ્લાઓમાં 27 અને 28 જૂને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બનશે અને વરસાદી માહોલ યથાવત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ