બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ચારેબાજુ અફરાતફરી મચી ગઈ

વિશ્વ / અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ચારેબાજુ અફરાતફરી મચી ગઈ

Pravin Joshi

Last Updated: 10:13 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં શનિવારે સાંજે 6:04 વાગ્યે 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 215 કિમીની ઊંડાઈએ હોવાના કારણે તેનો વ્યાપક પ્રભાવ ભારત ઉપરાંત પાકિસ્તાન, ચીન અને તાજિકિસ્તાન જેવા ઘણા દેશોમાં અનુભવાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના કાલાફગાનથી આશરે 81 કિલોમીટર દૂર, 36.442° ઉત્તર અક્ષાંશ અને 70.672° પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ ભૂકંપ ધરતીની સપાટીથી 215 કિલોમીટરની ઊંડાઈએ (Depth) આવ્યો હતો. નિષ્ણાતોના મતે, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર ખૂબ ઊંડે હોય છે, ત્યારે તેની અસરો ખૂબ મોટા અને વ્યાપક વિસ્તારમાં ફેલાય છે, પરંતુ સપાટી પર વિનાશ અને નુકસાનની સંભાવના પ્રમાણમાં ઓછી થઈ જાય છે. આ જ કારણે આટલા મોટા આંચકા છતાં કોઈ મોટા નુકસાનની ત્વરિત માહિતી મળી નથી.

Earthquake-in-Alaska

દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં દહેશતનો માહોલ

ભારતની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. વળી, ભૌગોલિક રીતે સંવેદનશીલ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના તેજ ઝટકા અનુભવાતા જ લોકો ભારે ગભરાટ વચ્ચે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ તેમજ ખુલ્લા મેદાનો તરફ ભાગ્યા હતા. ભૂકંપ વૈજ્ઞાનિકોના મતે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ ઘણો શક્તિશાળી માનવામાં આવે છે, જે નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચાડી શકે છે. અફઘાનિસ્તાનનો આ હિન્દુકુશ વિસ્તાર ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે સીસ્મિક ઝોનમાં અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

આ પણ વાંચો : ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

27 જૂનના રોજ હિમાચલ પ્રદેશમાં પણ આવ્યો હતો ભૂકંપ

આ અગાઉ, 27 June ના રોજ ભારતના હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભૂકંપ નોંધાયો હતો. ભારતીય સમય અનુસાર સવારે 11:38 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. હિમાચલના ભૂકંપનું કેન્દ્ર ધર્મશાલાથી આશરે 22 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં, હિમાલયન ક્ષેત્રમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ઓછી તીવ્રતાનો ભૂકંપ હોવાના લીધે ત્યાં કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake JammuKashmir AfghanistanEarthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ