ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 4 દિવસમાં 3.1 કરોડ વ્યૂઝ! Netflixની આ નવી સિરીઝે તોડ્યા બધા રેકોર્ડ, માત્ર 8 એપિસોડે મચાવ્યો ધૂમ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 4 દિવસમાં 3.1 કરોડ વ્યૂઝ! Netflixની આ નવી સિરીઝે તોડ્યા બધા રેકોર્ડ, માત્ર 8 એપિસોડે મચાવ્યો ધૂમ

Last Updated: 10:01 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નેટફ્લિક્સની નવી થ્રિલર સિરીઝ ‘આઈ વિલ ફાઈન્ડ યુ’ રિલીઝ થતાં જ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. માત્ર ચાર દિવસમાં 3.1 કરોડ વ્યૂઝ મેળવી આ સિરીઝ 2026ની સૌથી મોટી નવી લોન્ચ બની છે.

1/6

photoStories-logo

1. રિલીઝ થતાં જ દુનિયાભરમાં નંબર-1 બની સિરીઝ

આ સિરીઝ પ્રખ્યાત લેખક હાર્લન કોબેનની નવલકથા પર આધારિત છે.આઠ એપિસોડની આ મિસ્ટ્રી થ્રિલર રિલીઝ બાદ તરત જ ગ્લોબલ ચાર્ટમાં નંબર-વન પર પહોંચી ગઈ.મુખ્ય ભૂમિકામાં સેમ વર્થિંગટન જોવા મળે છે, જેમણે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા છે.સોશિયલ મીડિયા પર પણ સિરીઝના પ્લોટ ટ્વિસ્ટ અને સસ્પેન્સની ભારે ચર્ચા થઈ રહી છે.દર્શકો એક જ બેઠકે આખી સિરીઝ જોવાનું પસંદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચાર દિવસમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ

‘આઈ વિલ ફાઈન્ડ યુ’એ રિલીઝના માત્ર ચાર દિવસમાં 3.1 કરોડ વ્યૂઝ મેળવ્યા છે. આ આંકડો 2026ની કોઈપણ નવી સિરીઝ માટે સૌથી મોટો માનવામાં આવે છે. નેટફ્લિક્સે પણ આ સફળતાની સત્તાવાર પુષ્ટિ કરી છે. લોકપ્રિયતાના કારણે સિરીઝ સતત ટ્રેન્ડિંગમાં રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. હાર્લન કોબેનની વધુ એક સુપરહિટ સિરીઝ

હાર્લન કોબેનની વાર્તાઓ પર આધારિત ઘણી સિરીઝ અગાઉ પણ સફળ રહી છે. ‘ધ સ્ટ્રેન્જર’, ‘ધ ઇનોસન્ટ’ અને ‘સ્ટે ક્લોઝ’ જેવી સિરીઝે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ‘આઈ વિલ ફાઈન્ડ યુ’ પણ રહસ્ય અને સસ્પેન્સથી ભરપૂર છે.દરેક એપિસોડમાં નવા ટ્વિસ્ટ દર્શકોની ઉત્સુકતા વધારતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સેમ વર્થિંગટનની શાનદાર એક્ટિંગ

‘અવતાર’ ફિલ્મથી જાણીતા બનેલા સેમ વર્થિંગટન આ સિરીઝના મુખ્ય પાત્રમાં છે. તેમણે પોતાના પાત્રને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યું છે. તેમની એક્ટિંગને દર્શકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની પરફોર્મન્સના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પરિવાર, વિશ્વાસઘાત અને બદલાની રસપ્રદ કહાની

આ સિરીઝ માત્ર એક્શન અને થ્રિલર સુધી સીમિત નથી. તેમાં પરિવાર, સંબંધો, વિશ્વાસઘાત અને બદલાની લાગણીઓને પણ સારી રીતે રજૂ કરવામાં આવી છે. કહાનીમાં ભાવનાત્મક ઊંડાણ હોવાથી દર્શકો પાત્રો સાથે જોડાયેલા રહે છે. આ જ કારણ છે કે સિરીઝ વિવિધ પ્રકારના દર્શકોને આકર્ષી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નેટફ્લિક્સ માટે મોટી સફળતા

2026માં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. એવા સમયે ‘આઈ વિલ ફાઈન્ડ યુ’ની સફળતા નેટફ્લિક્સ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ સાબિત કરે છે કે મજબૂત વાર્તા અને ગુણવત્તાસભર નિર્માણ આજે પણ દર્શકોને પસંદ છે.હવે સૌની નજર આગામી અઠવાડિયામાં તેના વ્યૂઅરશિપના આંકડા પર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sam Worthington I Will Find You Netflix 2026 Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ