બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવસારીમાં 3.7 ઈંચ વરસાદથી ઘરોમાં ઘુસ્યા પાણી, પેટલાદમાં 2 કલાકમાં 3 ઈંચ, કાલે ભારે વરસાદની આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / નવસારીમાં 3.7 ઈંચ વરસાદથી ઘરોમાં ઘુસ્યા પાણી, પેટલાદમાં 2 કલાકમાં 3 ઈંચ, કાલે ભારે વરસાદની આગાહી

Last Updated: 05:43 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 16 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 3.7 ઇંચ વરસાદ નવસારીમાં નોંધાયો છે. જ્યારે પેટલાદમાં 3 ઇંચ, સુરત શહેર અને કામરેજમાં 2.4 ઇંચ તેમજ જલાલપોરમાં 2 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી છે.

1/7

photoStories-logo

1. 2 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. ગઈ રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે શરૂ થયેલો વરસાદ બપોર સુધી યથાવત રહ્યો, જેના પરિણામે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સૌથી વધુ વરસાદ નવસારીમાં 3.7 ઇંચ નોંધાયો

સૌથી વધુ વરસાદ નવસારીમાં 3.7 ઇંચ નોંધાયો, જ્યારે પેટલાદમાં માત્ર છેલ્લા બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેર અને કામરેજમાં 2.4 ઇંચ તેમજ જલાલપોરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. છેલ્લા બે કલાકમાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન રાજ્યના 34 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. પેટલાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નવસારીમાં 1.9 ઇંચ, અંબિકામાં 1.3 ઇંચ, ચીખલીમાં 1.1 ઇંચ અને સાવરકુંડલામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ડોલવણમાં 22 મિમી, જલાલપોરમાં 18 મિમી, ગારીયાધારમાં 16 મિમી અને વાપીમાં 15 મિમી વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 16 તાલુકાઓમાં એકથી ચાર ઇંચ સુધી વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 16 તાલુકાઓમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. નવસારી (3.7 ઇંચ), પેટલાદ (3 ઇંચ), સુરત શહેર (2.4 ઇંચ), કામરેજ (2.4 ઇંચ), જલાલપોર (2 ઇંચ), ધરમપુર અને પલસાણા (1.8 ઇંચ), મહુવા-સુરત (1.5 ઇંચ), બારડોલી અને ઓલપાડ (1.4 ઇંચ), અંબિકા, ઉના અને ચોર્યાસી (1.3 ઇંચ), માંગરોળ-સુરત (1.2 ઇંચ), ચીખલી (1.1 ઇંચ) તેમજ વાલોડ અને સાવરકુંડલા (1 ઇંચ)માં સારો વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 37 તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો

બીજી તરફ 37 તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. તેમાં વાપી (23 મિમી), ડોલવણ (22 મિમી), ગણદેવી (17 મિમી) અને ગારીયાધાર (16 મિમી) જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. છેલ્લા 24 કલાકમાં પણ સારો વરસાદ

ગત 24 કલાક દરમિયાન રાજ્યના 33 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકાઓમાં 1થી 2.6 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં 2.6 ઇંચ, વાલોડમાં 2 ઇંચ, કામરેજ અને માંગરોળમાં 1.7 ઇંચ, પલસાણા અને અરેઠમાં 1.3 ઇંચ તેમજ ઉમરગામ અને નાનાપોંઢામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 25 તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. રાજ્યમાં ચોમાસાની જમાવટ થઈ

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી તેમજ નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rainfall report gujarat rainfall data today gujarat rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ