બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રાજીવ કુમારને મળી મોટી જવાબદારી, 3 વર્ષ માટે HDFC Bank ના ચેરમેન બન્યા

નિમણૂક / રાજીવ કુમારને મળી મોટી જવાબદારી, 3 વર્ષ માટે HDFC Bank ના ચેરમેન બન્યા

Kalpesh Kandoria

Last Updated: 12:54 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને ત્રણ વર્ષ માટે પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડની મંજૂરી બાદ હવે આ નિયુક્તિ શેરધારકો અને RBIની મંજૂરીને આધીન છે. રાજીવ કુમારની નિમણૂકથી બેંકના કોર્પોરેટ ગવર્નન્સને વધુ મજબૂતી મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

HDFC બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને ત્રણ વર્ષ માટે પોતાના પાર્ટ-ટાઈમ ચેરમેન નિયુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંકે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અને પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને પોતાના પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.

બોર્ડે તેમને ચાર વર્ષ માટે એડિશનલ સ્વતંત્ર ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે, જે આજે 30 જૂન 2026થી પ્રભાવી ગણાશે. આ નિર્ણય હાલ શેરધારકોની મંજૂરીને આધીન રહીને છે. આ ઉપરાંત તેઓ આગલા ત્રણ વર્ષ માટે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. જો કે ભારતીય રિઝર્વ બેંક તરફથી હજી સુધી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું નથી.

કોણ છે રાજીવ કુમાર?

રાજીવ કુમાર 1984 બેંકના પૂર્વ IAS અધિકારી છે જેઓ ભારતના મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. વર્ષ 2017-2020 દરમિયાન તેઓ દેશના નાણા સચિવ રહી ચૂક્યા છે. તેઓ રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ અને ભારતીય સ્ટેટ બેંકના બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે.

ભારતના 25 મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે તેમણે લોકસભા ચૂંટણી 2024 સંપન્ન કરાવી હતી. આ ઉપરાંત તેમણે સરકારી બેંકોના મર્જર અને 3 લાખ કરોડથી વધુના રીકૈપિટલાઈઝેશન જેવા કેટલાય મહત્વના નિર્ણયો લાગૂ કરાવ્યા હતા. તેઓ બેંકના પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીની જગ્યા લેશે.

અતનુ ચક્રવર્તીએ રાજીનામું કેમ આપ્યું?

માર્ચ 2026માં HDFC Bank ના પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ ઓચિંતું રાજીનામું આપી દીધું હતું, જે બાદ એચડીએફસી બેંકની લીડરશિપને લઈ અનિશ્ચિતતા બની હતી, પરંતુ હવે રાજીવ કુમારની નિયુક્તિ સાથે બેંકમાં કૉર્પોરેટ ગવર્નેંસને લઈ ચિંતાઓ દૂર થવાની ઉમ્મીદ છે.

પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીએ 18 માર્ચ 2026ના રોજ મૂલ્યો અને નૈતિકતાનો હવાલો આપી પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામામાં તેમમે લખ્યું હતું કે, બેંકમાં કેટલીક એવી ઘટનાઓ બની છે અથવા તો કામકાજની અમુક એવી રીતો છે, જે તેમના મૂલ્યો અને નૈતિક સિદ્ધાંતો અનુરુપ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HDFC Chairman Rajiv Kumar HDFC Bank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ