બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ મહાનગરપાલિકા બાદ કલેક્ટર કચેરીના ડિમોલિશનમાં પણ ભ્રષ્ટાચારની ગંધ
Last Updated: 12:17 PM, 30 June 2026
Rajkot Demolition Cost Controversy : રાજકોટમાં અગાઉ મહાનગરપાલિકાના ડિમોલિશન ખર્ચને લઈને ચર્ચા સર્જાઈ હતી, ત્યારે હવે કલેક્ટર કચેરી હેઠળ કરવામાં આવેલી ડિમોલિશન કામગીરી સાથે જોડાયેલા ખર્ચના આંકડા પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ વસ્તુઓ માટે ચૂકવવામાં આવેલી રકમ અને બજાર ભાવ વચ્ચેનો મોટો તફાવત અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ ડિમોલિશન કામગીરી દરમિયાન વપરાશમાં લેવાયેલી સામાન્ય વસ્તુઓ માટે પણ અસામાન્ય રીતે ઊંચા દર ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ ચર્ચા પાણીની બોટલથી લઈને નાસ્તાની વસ્તુઓ અને ભાડે લેવામાં આવેલી ખુરશીઓના ખર્ચને લઈને થઈ રહી છે.
ADVERTISEMENT
જાણો શું કહી રહ્યા છે આંકડાઓ ?
આંકડાઓ અનુસાર મનપાના રેટ કોન્ટ્રાક્ટમાં જ્યાં પાણીની બોટલ માટે રૂ. 8 જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, ત્યાં માર્ગ અને મકાન વિભાગે એ જ પ્રકારની પાણીની બોટલ માટે રૂ. 9 ચૂકવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે ચર્ચાનો મુખ્ય મુદ્દો 200 મિ.લી. પાણીની બોટલના દરને લઈને ઉભો થયો છે, જેમાં એક બોટલનો ભાવ રૂ. 9 દર્શાવવામાં આવ્યો છે જ્યારે બજારમાં તેની અંદાજિત કિંમત માત્ર રૂ. 2.40 જેટલી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સિવાય નાસ્તાની વસ્તુઓમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. સામાન્ય રીતે રૂ. 10માં મળતા બિસ્કિટના પેકેટ માટે રૂ. 65 થી 70 સુધીનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ સાથે 200 ગ્રામ મેથીના ખાખરાના પેકેટ માટે રૂ. 130 સુધીનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે બજારમાં તેની કિંમત અંદાજે રૂ. 40 થી 50 વચ્ચે હોવાનું કહેવાઈ રહ્યું છે. ખર્ચાના આંકડાઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો બ્રેકફાસ્ટ હાઈટીને લઈને સામે આવ્યો છે. એક ડિશ માટે રૂ. 2700 જેટલો ખર્ચ નોંધાયો હોવાનું જણાવવામાં આવે છે, જ્યારે સામાન્ય બજાર દર મુજબ તેની કિંમત રૂ. 500 થી 600 વચ્ચે માનવામાં આવે છે. ફર્નિચર સંબંધિત ખર્ચ પણ સવાલોમાં છે. પીવીસી ખુરશી ભાડે લેવા માટે પ્રતિ નંગ રૂ. 37 થી 57 સુધીનો ખર્ચ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગણેશ ગોંડલની મુશ્કેલી વધી શકે, હાઈકોર્ટમાં CCTVને લઈ મોટો દાવો
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં ચર્ચા એ મુદ્દે વધુ તેજ બની છે કે કેટલાક ખર્ચમાં ડબલ કે ત્રણ ગણો નહીં પરંતુ પાંચથી સાત ગણો સુધીનો વધારો જોવા મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે ખર્ચા નક્કી કરવાની પ્રક્રિયા, મંજૂરી અને દેખરેખ પર પણ સવાલો ઊભા થયા છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અગાઉ મહાનગરપાલિકા સાથે જોડાયેલા વિવાદ જેવી સ્થિતિ ટાળવા માટે હવે કેટલાક સ્તરે ઝડપી હલચલ જોવા મળી રહી છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે કોન્ટ્રાક્ટરોને વધુ ચૂકવણી થવાથી વચ્ચેના લાભ અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.