બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો
Last Updated: 01:56 PM, 30 June 2026
રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓ સામે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ અભિયાન ચલાવીને અનેક ખાણીપીણીની પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ અને પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન સહિતની પેઢીઓમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા વિભાગે કડક કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આરોગ્ય વિભાગની ટીમે તુલસી બેકરી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી લોટ અને વાસી અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતા સંબંધિત નિયમોના ભંગના પુરાવા પણ મળ્યા હતા.
ADVERTISEMENT
તપાસ દરમિયાન પટેલ સ્વીટ અને પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીનમાં પણ ગંભીર ખામીઓ સામે આવી હતી. આરોગ્ય વિભાગે ચારેય પેઢીઓમાંથી કુલ 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવતા તેને જપ્ત કર્યો હતો. આ જથ્થામાં વાસી લોટ તેમજ અન્ય અખાદ્ય ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થતો હોવાનું વિભાગે જણાવ્યું છે.
આ પણ વાંચો : IITE ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી, 20 હજાર પગાર, જાણો કોણ ભરી શકશે ફોર્મ
ADVERTISEMENT
ગંભીર બેદરકારી અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ સહિત ચાર પેઢીઓને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગનું માનવું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જવાબદાર પેઢીઓ સામે 10 હજાર રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન ન કરતી પેઢીઓ સામે આગળ પણ સતત તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.