બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડ્યો

VIDEO / સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડ્યો

Nidhi Panchal

Last Updated: 03:08 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે ધોધમાર વરસાદ અને ભારે પવને જનજીવનને અસર પહોંચાડી છે. મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડતાં કાર અને પાલિકાની ટ્રક ફસાઈ ગઈ, જ્યારે શહેરમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી સવાર સુધીમાં અંદાજે 2 ઇંચ અને સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ નોંધાતા કુલ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

SRT-bhuvo

400 મીટરનો રોડ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર

આ દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર ચોંકાવનારી ઘટના સામે આવી હતી. થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે અહીં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, લાઇન નાખ્યા બાદ રોડના રિપેરીંગ અને પુરાણમાં બેદરકારી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદ બાદ આખેઆખો લગભગ 400 મીટરનો રોડ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આખી કાર સમાઈ જાય એટલા મોટા 4થી 5 ભયાનક ભુવાઓ

રસ્તા પર એક કે બે નહીં પરંતુ આખી કાર સમાઈ જાય એટલા મોટા 4થી 5 ભયાનક ભુવાઓ પડી ગયા હતા. આ દરમિયાન એક કાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી જતાં કારના આગળના બંને ટાયર ભુવામાં ફસાઈ ગયા હતા. કાર ચાલકે સમયસર બ્રેક મારી દેતાં કારમાં સવાર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. જો વાહનની ઝડપ વધુ હોત અથવા ત્યાંથી કોઈ દ્વિચક્રી વાહન પસાર થતું હોત તો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.

car-srt

સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો

કાર ફસાયા બાદ સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા ત્યારે જાણવા મળ્યું કે આખો 400 મીટરનો રોડ અંદરથી ખોખલો બની ગયો હતો. રસ્તાની નીચેની માટી ધોવાઈ જતાં માત્ર ઉપરનો ડામરનો પાતળો પડ જ બચ્યો હતો. આ દૃશ્યો જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

ટ્રક પણ આગળ વધતા વધુ એક ભુવામાં ફસાઈ

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ભુવો પૂરવા માટે કપચી અને અન્ય સામગ્રી ભરેલી પાલિકાની ટ્રક મોકલવામાં આવી હતી. પરંતુ રોડની નબળી સ્થિતિના કારણે આ ટ્રક પણ આગળ વધતા વધુ એક ભુવામાં ફસાઈ ગઈ હતી. ભુવો પૂરવા આવેલી સરકારી ટ્રક જ ભુવામાં ધસી પડતાં પાલિકાની કામગીરીની ભારે ટીકા થઈ હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.

આખો 400 મીટરનો રસ્તો બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ

ત્યારબાદ પાલિકાએ તાત્કાલિક અસરથી આખો 400 મીટરનો રસ્તો બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો. પોલીસ અને પાલિકાના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ કાર અને ટ્રકને બહાર કાઢવા તેમજ રસ્તાના સમારકામ માટે ક્રેન, JCB અને અન્ય ભારે મશીનરી મોકલીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

pani-srt

શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ મોટા વૃક્ષો ધરાશાયી

ભારે વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક સ્થળોએ રસ્તા પર વૃક્ષો પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે કેટલીક જગ્યાએ પાર્ક કરેલી કાર અને બાઈકને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમોએ કટર મશીન અને ક્રેનની મદદથી રસ્તાઓ પરથી વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો

આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. અગાઉ પ્રથમ વરસાદમાં BRTS બસો ફસાવાની ઘટના બાદ 48 કલાકમાં રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. હવે કરોડોના ખર્ચે બનેલો રોડ જ ધસી પડતાં લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં. હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Collapse Surat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ