બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ જગતમાં મોટો ધડાકો: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ વચ્ચે જ બેન સ્ટોક્સે લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ

સ્પોર્ટ્સ / ક્રિકેટ જગતમાં મોટો ધડાકો: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ વચ્ચે જ બેન સ્ટોક્સે લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ

Pravin Joshi

Last Updated: 12:21 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને તેમના ચાહકો માટે રવિવારે (28 June) ના રોજ એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી 3 મેચોની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચની વચ્ચે જ કેપ્ટન બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે રમત શરૂ થતાં પહેલાં જ સ્ટોક્સે પોતાના આ મોટા નિર્ણયની જાણકારી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પોતાના સાથી ખેલાડીઓને આપી દીધી હતી.

નાઇટ ક્લબ વિવાદ અને સંન્યાસની કડી

આ આકસ્મિક નિવૃત્તિ પાછળ તાજેતરમાં બનેલી એક વિવાદાસ્પદ ઘટના જવાબદાર માનવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સને ટીમ મેનેજમેન્ટ દ્વારા લાદવામાં આવેલો નાઇટ કરફ્યુ તોડ્યો હતો અને એક નાઇટ ક્લબમાં વિવાદમાં સપડાયા હતા. આ ગેરશિસ્તના કારણે સ્ટોક્સને બીજી ટેસ્ટની પ્લેઇંગ-11 માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ક્રિકેટ વર્તુળોમાં એવી જોરદાર અટકળો ચાલી રહી હતી કે બોર્ડ તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવી શકે છે અને ટીમમાંથી પણ લાંબા સમય માટે પડતા મૂકી શકે છે. જો કે, ત્રીજી ટેસ્ટ મેચમાં તેમને લિખિત ચેતવણી આપીને ફરીથી કેપ્ટન તરીકે ટીમમાં પરત લાવવામાં આવ્યા હતા, પરંતુ સ્ટોક્સે આ વિવાદો વચ્ચે સંન્યાસ લેવાનું વધુ યોગ્ય માન્યું.

આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

15 વર્ષનું શાનદાર કરિયર અને 4 વર્ષની કેપ્ટનશીપ

બેન સ્ટોક્સનું ક્રિકેટમાંથી જવું એ ઇંગ્લેન્ડ ટીમ માટે ખૂબ જ મોટો ફટકો છે, કારણ કે હાલના દિવસોમાં ઇંગ્લેન્ડનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. સ્ટોક્સે ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 15 વર્ષ સુધી ક્રિકેટ રમ્યું છે અને છેલ્લા 4 વર્ષથી તેઓ ટેસ્ટ ટીમના સફળ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ઇંગ્લેન્ડ ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન ઓલરાઉન્ડરોમાં ગણાતા બેન સ્ટોક્સે પોતાના દમ પર દેશને વર્લ્ડ કપ સહિતની ઘણી યાદગાર અને ઐતિહાસિક મેચો જીતાડી છે. હવે તેમની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કમાન કોને સોંપવી, તે બોર્ડ માટે સૌથી મોટો સવાલ બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retirement BenStokesRetires BenStokes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ