ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 730થી ઓછો હોય સિબિલ સ્કોર તો 2027થી નહીં મળે હોમ કે કાર લોન, શું નિયમોમાં થયો ફેરફાર

કામની વાત / 730થી ઓછો હોય સિબિલ સ્કોર તો 2027થી નહીં મળે હોમ કે કાર લોન, શું નિયમોમાં થયો ફેરફાર

Published By: Nirav Kumar

Last Updated: 09:57 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોનને લઈ RBI હવે બેંકિંગ નિયમોમાં મોટો ફેરફાર કરશે. આથી લોન આપનારોએ વધુ સાવધાની રાખવી પડશે. જેમાં લોકોને પહેલા જેટલી સરળતાથી લોન નહીં મળી શકે.

ADVERTISEMENT

અત્યારે લોન મેળવવી પણ મુશ્કેલ પ્રક્રિયા બની રહી છે. જો તમારો CIBL સ્કોર 730 થી નીચે હશે તો આવનારા વર્ષોમાં ઘર ખરીદવું, નવી કાર લેવી કે તો એજ્યુકેશન લોન પણ લેવી સરળ બનશે. હવે RBI બેંકિંગ નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેનાથી લોન આપનાર કે બેંકરો કોને લોન આપે છે તે અંગે વધુ સાવધાન રહી શકે છે.

રિઝર્વ બેંકનું નવું ક્રેડિટ લોસ (ECL) માળખું જે 1 એપ્રિલ 2027 થી અમલમાં આવશે. જે બેંકોના દેવાદારો પ્રત્યેના એટીટ્યુડને બદલી નાખશે. આ પગલાનો હેતુ બેંકિંગ સિસ્ટમને મજબૂત અને સુરક્ષિત કરવાનો છે મતલબ કે લાખો લોન અરજદારો માટે કડક તપાસ પણ થઈ શકે છે.

  • નવા માળખાનો હેતુ શું ?

બેંકો સામાન્ય રીતે બેડ લોન માટે નિયમો ત્યારે જ બનાવે છે જ્યારે ઉધાર લેનાર લાંબા સમય સુધી પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય અને ખાતું નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) બની જાય. નવી ECL સિસ્ટમ આ એટીટ્યુડને સંપૂર્ણરીતે બદલી નાખશે. જેમાં ડિફોલ્ટ થવાની રાહ જોવાને બદલે બેંકોએ સંભવિત નુકસાનનો અંદાજ લગાવવો પડશે અને તે મુજબ ફંડ અલગ રાખવું પડશે. જેમાં તેનો ઉદ્દેશ્ય જોખમોને વહેલા ઓળખવાનો અને એ ખાતરી કરવાનો છે કે બેંકરો ભવિષ્યના નુકસાન માટે વધુ સારી રીતે તૈયાર છે.

  • ઓછા ક્રેડિટ સ્કોર પર અસર

નવા નિયમોમાં પહેલા કરતાં પણ વધુ ક્રેડિટ સ્કોરમાં સુધારો કરે તેવી શક્યતા છે. જ્યારે બેંકોને જોખમી લોન માટે વધુ નિયમો લાગુ કરવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે તેઓ વધુ સતર્ક બને છે. આથી કમજોર ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા લોન લેનારાઓની વધુ તપાસ થઈ શકે છે. જેમાં અમુકને ઊંચા વ્યાજ દરે લોન ઓફર કરવામાં આવી શકે છે જ્યારે બીજાને વધુ સિક્યોરિટી કે ગેરંટી આપવાનું કહેવામાં આવી શકે છે.

વધુ વાંચો : દરેક શેર પર ₹33 ડિવિડન્ડ, રેકોર્ડ ડેટનું એલાન, ટ્રેક્ટર બનાવે છે કંપની

ભારતીય લોન લેનારાઓનો મોટો હિસ્સો આ કેટેગરીમાં આવે છે. જેમાં ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ લગભગ 62 ટકા લોન અરજદારોનો CIBL સ્કોર 730 થી નીચે છે. હવે આ ફેરફારોનો સામનો કરવાનો બેસ્ટ ઉપાય એ છે કે સારો ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખવી. સમયસર EMI પેમેન્ટ કરવા, ક્રેડિટ કાર્ડ બિલ નિયમિતપણે પેમેન્ટ અને વધુ પડતા દેવાથી બચવાથી તમારા ક્રેડિટ સ્કોરને સુધારવામાં મદદ મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CIBL Score New Loan RBI

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ