બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 PM, 29 June 2026
દેશભરમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટર એ સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે જે કર્મચારીઓના નવા બેઝિક પગાર નક્કી કરશે. હાલમાં સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે અંતિમ નિર્ણય લીધો નથી પરંતુ એક્સપર્ટ અને કર્મચારી સંગઠનો વિવિધ અંદાજો લગાવી રહ્યા છે. જેમાં અમુક એક્સપર્ટ માને છે કે તે 2.10 ની આસપાસ હોઈ શકે છે, જ્યારે કર્મચારી સંગઠનો 3.83 સુધીની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સરળ ભાષામાં કહીએ તો તે એક ગુણક છે જેનો ઉપયોગ નવા બેઝીક પગાર પર પહોંચવા માટે વર્તમાન બેઝીક પગારને ગુણાકાર કરવા માટે થાય છે. મતલબ કે જો કોઈ કર્મચારીનો વર્તમાન બેઝીક પગાર 18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.10 પર સેટ કરવામાં આવે છે, તો નવો બેઝીક પગાર 37,800 થશે.જો સરકાર 3.83 ના ફિટમેન્ટ ફેક્ટરને સ્વીકારે તો તે જ બેઝીક પગાર વધીને 68,940 રૂપિયા રૂપિયા થઈ શકે છે.
ADVERTISEMENT
પગાર મેટ્રિક્સ લેવલ 3માં 7માં પગાર પંચ બેઝીક પગાર 21,700 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 45,570 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 83,111 રૂપિયા થશે.

ADVERTISEMENT
પગાર મેટ્રિક્સ લેવલ 1માં 7માં પગાર પંચ બેઝીક પગાર 18,000 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 37,800 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 68,940 રૂપિયા થશે. એ રીતે પગાર મેટ્રિક્સ લેવલ2માં 7માં પગાર પંચ બેઝીક પગાર 19,900 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 41,790 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 76,217 રૂપિયા થશે. પગાર મેટ્રિક્સ લેવલ 3માં 7માં પગાર પંચ બેઝીક પગાર 21,700 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 45,570 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 83,111 રૂપિયા થશે.
પગાર મેટ્રિક્સ લેવલ 4માં 7માં પગાર પંચ બેઝીક પગાર 25,500 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 53,550 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 97,665 રૂપિયા થશે. પગાર મેટ્રિક્સ લેવલ 5માં 7માં પગાર પંચ બેઝીક પગાર 29,200 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 61,320 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 1,11,836 રૂપિયા થશે. પગાર મેટ્રિક્સ લેવલ 6માં 7માં પગાર પંચ બેઝીક પગાર 35,400 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 74,340 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 1,35,582 રૂપિયા થશે.
ADVERTISEMENT
પગાર મેટ્રિક્સ લેવલ 7માં 7માં પગાર પંચ બેઝીક પગાર 44,900 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 94,290 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 1,71,967 રૂપિયા થશે. પગાર મેટ્રિક્સ લેવલ 10માં 7માં પગાર પંચ બેઝીક પગાર 56,100 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 1,17,810 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 2,14,863 રૂપિયા થશે. પગાર મેટ્રિક્સ લેવલ 13માં 7માં પગાર પંચ બેઝીક પગાર 1,23,100 હતો તે 8મા પગાર પંચમાં 2.10 મુજબ 2,58,510 થશે અને 3.83 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 4,71,473 રૂપિયા થશે.
8મા પગાર પંચની આગામી બેઠક 6 અને 7 જુલાઈએ ભુવનેશ્વરમાં યોજાશે, જ્યારે ચર્ચાઓ 9 અને 10 જુલાઈએ કોલકાતામાં વિવિધ સંગઠનો સાથે ચર્ચા યોજાશે. કમિશને 15 જૂન સુધી સૂચનો માંગ્યા હતા અને 30 જૂન સુધી ઓનલાઈન ડેટા સબમિશન માટે ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો બધું સમય મુજબ ચાલશે તો 8મા પગાર પંચની ભલામણો 2027 સુધીમાં જાહેર થઈ શકે છે. પણ અમલીકરણમાં 2-3 વર્ષ લાગી શકે છે, એટલે કે નવો પગારધોરણ 2029 કે 2030 સુધીમાં લાગુ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.