બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આંદોલનમાં ભાગ લઈને ઘેર આવી રહેલા ખેડૂત પર ચાકૂથી હુમલો, ગંભીર રીતે ઘાયલ, પંથકમાં મચી ચકચાર
Last Updated: 11:07 PM, 29 June 2026
અમદાવાદના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત આગેવાન શૈલેષ મેર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.
ADVERTISEMENT

શૈલેષ મેર આંદોલનને પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, શૈલેષ મેર ખેડૂતોના આંદોલનને પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કરી તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં શૈલેષ મેરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT
ઘટનાની જાણ થતા કેરાળા પોલીસ હોસ્પિટલ પહોંચી
ઘટનાની જાણ થતાં કેરાળા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હુમલાખોરોની ઓળખ તેમજ હુમલા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ઋષિભારતી બાપુ સહિત ખેડૂતો હોસ્પિટલ પહોંચ્યા
ADVERTISEMENT
શૈલેષ મેર પર હુમલાની ખબર ફેલાતાં આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ઋષિ ભારતી બાપુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તની મુલાકાત લઈ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી.
આ પણ વાંચોઃ નાણાં વિભાગમાં 45 કર્મચારીઓની હિસાબ અધિકારી વર્ગ 2માં બઢતી, વિવિધ જિલ્લાઓમાં પણ બદલી
ADVERTISEMENT
ઘટનાને લઈ સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ
આ ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાન પર થયેલા હુમલાને લઈને પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.