બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતના આ મંત્રીને આવ્યો હાર્ટ એટેક, મીટીંગ દરમિયાન છાતીમાં ઉપડતાં હોસ્પિટલમાં દાખલ

સુરત / ગુજરાતના આ મંત્રીને આવ્યો હાર્ટ એટેક, મીટીંગ દરમિયાન છાતીમાં ઉપડતાં હોસ્પિટલમાં દાખલ

Vishal Khamar

Last Updated: 05:07 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યકક્ષાના રમત ગમત મંત્રીની તબીયત અચાનક લથડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમને છાતીના ભાગે અચાનક દુખાવો ઉપડતાં તબીબોની સલાહ અનુસાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ ચાલુ

હાલમાં મંત્રીજીની સારવાર નિષ્ણાત ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

મંત્રીજીની સ્થિતિ હાલ સ્થિર

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીજીની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમના સ્વાસ્થ્ય અંગે વધુ માહિતી હોસ્પિટલના તબીબો દ્વારા આગામી મેડિકલ બુલેટિનમાં આપવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં બનશે 8 નવી GIDC, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન, જાણો ક્યાં ક્યાં બનશે?

મંત્રીજીના સ્વાસ્થ્યના સમાચાર મળતા રાજકીય આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Minister of State for Sports Dr. Jairam Gamit Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ