બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એંગલ પર બાળકોને બેસાડ્યાં, SG હાઈવે પર સ્કૂલ રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ

બેદરકારી / એંગલ પર બાળકોને બેસાડ્યાં, SG હાઈવે પર સ્કૂલ રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 03:39 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિક્ષામાં સ્કૂલે મોકલતા બાળકોના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદ શહેરના એસજી હાઈવે વિસ્તારમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને જોખમી રીતે લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. વીડિયોમાં રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. એટલું જ નહીં, કેટલાક બાળકોને રિક્ષાની પાછળના એંગલ પર પણ બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનું દૃશ્યોમાં સ્પષ્ટ થાય છે.

સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા

આ ઘટનાએ સ્કૂલ વાહનોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરીને બાળકોના જીવને જોખમમાં મૂકતી આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

વાલીઓનું કહેવું છે કે રોજિંદી આવન-જાવનમાં બાળકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ. બીજી તરફ, રિક્ષાચાલકોની બેદરકારી અને ટ્રાફિક પોલીસની કથિત નિષ્ક્રિયતા અંગે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સ્કૂલ વાહનોમાં ઓવરલોડિંગ સામે વિશેષ ડ્રાઈવ ચલાવી નિયમોનું કડક પાલન કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી જોખમી પરિસ્થિતિઓ ટાળી શકાય અને માસૂમ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચોઃ સુરતમાં યુપીના MLAના સ્વાગતમાં પરમિશન વગર લક્ઝરી કારનો કાફલો, પોલીસની કાર્યવાહી

સળગતા સવાલ

  • બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છો કે મોતના મુખમાં?
  • ટ્રાફિક પોલીસ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?
  • સ્કૂલ વર્ધીના નામે ચાલતો જોખમી ખેલ ક્યારે બંધ થશે?
  • શું થોડા રૂપિયાની બચત બાળકના જીવથી વધુ કિંમતી છે?
  • નિયમો તોડતી સ્કૂલ રિક્ષાઓ કાર્યવાહી ક્યારે થશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School Rickshaw Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ