બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો,55 ટકાથી વધીને 58 ટકા થયું, એરિયર્સ પણ ચુકવાશે

ગાંધીનગર / ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો,55 ટકાથી વધીને 58 ટકા થયું, એરિયર્સ પણ ચુકવાશે

Vishal Khamar

Last Updated: 05:02 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના હજારો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના હજારો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ 55 ટકા મુજબ મળતું DA હવે વધારીને 58 ટકા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલા મોંઘવારી ભથ્થાનો જ લાભ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ તેનાથી કર્મચારીઓને સીધો આર્થિક લાભ મળશે.

સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

મોંઘવારી ભથ્થું (DA) શું છે?

મોંઘવારી ભથ્થું એટલે કર્મચારીઓને વધતી મોંઘવારીની અસર સામે આર્થિક સુરક્ષા આપવા માટે આપવામાં આવતું વધારાનું ભથ્થું. સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનધારકોને આ લાભ આપવામાં આવે છે. સામાન્ય રીતે દર છ મહિનાએ મોંઘવારીના દરને આધારે DAમાં ફેરફાર કરવામાં આવે છે. કર્મચારીના મૂળ પગારના આધારે તેની ગણતરી થાય છે અને વિવિધ વિસ્તારોના આધારે તેમાં તફાવત પણ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બેસી ગયું ચોમાસું! 11 તાલુકામાં વાવણી લાયક વરસાદ, કાલે ભારે વરસાદની આગાહી

એસટી કર્મચારીઓ લાંબા સમયથી DAમાં વધારાની માંગ કરી રહ્યા હતા. હવે સરકારે આ માંગ સ્વીકારી 3 ટકાનો વધારો મંજૂર કરતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ST employees Gujarat ST DA hike
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ