બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાંથી આ ખેલાડીને કેમ બહાર કઢાયા, જુઓ કોને-કોને મળ્યું સ્થાન ?

સ્પોર્ટ્સ / એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાંથી આ ખેલાડીને કેમ બહાર કઢાયા, જુઓ કોને-કોને મળ્યું સ્થાન ?

Priykant Shrimali

Last Updated: 02:23 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Women's Cricket Team : ટી20 વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર ટીમમાં પસંદગીકારોએ કેટલાક મહત્વના ફેરફારો કર્યા, જાણો અહીં તમામ વિગતો

Indian Women's Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આગામી એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર ટીમમાં પસંદગીકારોએ કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. સૌથી વધુ ચર્ચા વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયને લઈને થઈ રહી છે. જાપાનના નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારા એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમની કમાન ફરી હરમનપ્રીત કૌરના હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપકપ્તાન તરીકે જાળવી રાખવામાં આવી છે.

યાસ્તિકા ભાટિયા કેમ બહાર રહી?

ટીમ જાહેર થયા બાદ સૌથી મોટો સવાલ એ રહ્યો કે, યાસ્તિકા ભાટિયાને કેમ સ્થાન આપવામાં આવ્યું નહીં. તાજેતરના ટી20 વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન પસંદગીકારોની અપેક્ષાઓ પર ઊતર્યું નહોતું. યાસ્તિકાએ રમેલી ત્રણ મેચમાં કુલ 41 રન બનાવ્યા હતા. તેમની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ પણ નોંધપાત્ર ન હોવાથી ટીમ મેનેજમેન્ટે વિકલ્પો પર ભાર મૂક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે બીજી તરફ કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન પણ સામાન્ય રહ્યું હોવા છતાં તેમને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે, જેના કારણે આ પસંદગી અંગે ચર્ચા વધી છે.

ઈજાગ્રસ્ત ખેલાડી પર પણ વિશ્વાસ

ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે તેમની ઉપલબ્ધતા તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. ટી20 વર્લ્ડ કપ દરમિયાન તેમને પગમાં ઈજા થઈ હતી અને હવે તેમની તબીબી સ્થિતિના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ, જી. કમલિની, ભારતી ફૂલમાલી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને નંદિની શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IPL ક્રિકેટર અને તેના IPS પિતા સામે ફરિયાદ, "મારો મોબાઈલ ઝૂંટવી લીધો, ગાળો આપી, મારીને ફેંકી દેવાની ધમકી આપી"

હરમનપ્રીત પર ફરી વિશ્વાસ

ટી20 વર્લ્ડ કપમાં ટીમ અપેક્ષા મુજબનું પરિણામ મેળવી શકી નહોતી અને સેમિફાઇનલમાં પણ પહોંચવામાં નિષ્ફળ રહી હતી. છતાં પસંદગીકારોએ હરમનપ્રીત કૌરની કપ્તાની યથાવત રાખી છે. ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ છે કે આગામી મોટી સ્પર્ધામાં ટીમ વધુ મજબૂત વાપસી કરી શકે છે. ભારતીય મહિલા ટીમ માટે આ વખતે પડકાર વધુ મોટો રહેશે કારણ કે અગાઉની એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ પાસે ફરી એકવાર એ સિદ્ધિ જાળવી રાખવાની તક રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games 2026 Indian Womens Cricket Team Harmanpreet Kaur
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ