બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / IITE ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી, 20 હજાર પગાર, જાણો કોણ ભરી શકશે ફોર્મ

ભરતી / IITE ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી, 20 હજાર પગાર, જાણો કોણ ભરી શકશે ફોર્મ

Priykant Shrimali

Last Updated: 01:39 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar IITE Recruitment : ઓનલાઈન અરજી પ્રક્રિયા 25 જૂન 2026થી શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 09 જુલાઈ 2026ના રોજ રાત્રે 11:55 વાગ્યા સુધી અરજી કરી શકશે, જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Gandhinagar IITE Recruitment : ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ–3 માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક બની શકે છે. ભરતી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કરવી જરૂરી રહેશે. ભરતીની જાહેરાત મુજબ કુલ 05 જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં સામાન્ય વર્ગ-03, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ-01 અને અનુસૂચિત જાતિ-01 જગ્યા ફાળવવામાં આવી છે.

ભરતી માટે મહત્વની તારીખો

ઓનલાઈન અરજી પ્રક્રિયા 25 જૂન 2026થી શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 09 જુલાઈ 2026ના રોજ રાત્રે 11:55 વાગ્યા સુધી અરજી કરી શકશે. અરજીની અંતિમ ક્ષણ સુધી રાહ ન જોવાની સૂચના આપવામાં આવી છે.

પદ અને પગાર ધોરણ

ભરતી જુનિયર ક્લાર્ક (વર્ગ–3) માટે કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ–2 (રૂ.19,900 થી રૂ.63,200) મુજબ પગાર મળશે. પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000 પ્રતિ મહિનો આપવામાં આવશે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 08 જુલાઈ 2026ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ મળશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી રહેશે. ઉમેદવાર પાસે સરકાર દ્વારા માન્ય કમ્પ્યુટર જ્ઞાન સંબંધિત પ્રમાણપત્ર અથવા સમકક્ષ લાયકાત હોવી આવશ્યક રહેશે.

અરજી ફી

  • બિન અનામત વર્ગ:રૂ. 1500
  • અનામત વર્ગ (SC/ST/EWS/SEBC વગેરે): રૂ. 1200

ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. એકવાર ભરેલી ફી પરત મળશે નહીં.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

ભરતી બે તબક્કામાં થશે:

પ્રાથમિક પરીક્ષા (Paper–1) – કુલ 100 ગુણ

  • General Awareness – 20 ગુણ
  • Maths & Reasoning – 20 ગુણ
  • Computer Knowledge – 20 ગુણ
  • Higher Education Awareness – 20 ગુણ
  • Gujarati, Hindi, English – 20 ગુણ

પરીક્ષાનો સમય 90 મિનિટ રહેશે અને MCQ આધારિત પ્રશ્નપત્ર રહેશે. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક પરીક્ષાના ગુણ આધારે થશે.

મુખ્ય પરીક્ષા (Paper–2) – કુલ 100 ગુણ

  • નોંધ લેખન અને સુધારા લેખન – 25 ગુણ
  • અહેવાલ લેખન – 25 ગુણ
  • સરકારી પત્ર વ્યવહાર – 25 ગુણ
  • સમપ્રત પ્રવાહે લગતા નિબંધ – 25 ગુણ

અહીં જાણો ભરતીની સંપૂર્ણ વિગતો : IITE Gandhinagar Regulars Junior Clerk Jaherat

આ પણ વાંચો : ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પૈસાની લેતીદેતીમાં કુડાસણ પાસે યુવક પર જીવલેણ હુમલો

ફોર્મ કેવી રીતે ભરવું?

  1. IITEની સત્તાવાર વેબસાઈટ પર જવું.
  2. ભરતી વિભાગમાં જઈ Junior Clerk Class-3 Recruitment પસંદ કરવું.
  3. ઓનલાઈન અરજી ફોર્મમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભરવી.
  4. જરૂરી વિગતો ચકાસીને અરજી સબમિટ કરવી.
  5. ત્યારબાદ ઓનલાઈન ફી ભરવી.
  6. અંતે અરજીની પ્રિન્ટ સાચવી રાખવી.

ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચવી અને તમામ દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Jobs IITE Recruitment Junior Clerk Recruitment
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ