ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર્યું

ક્રિકેટ / T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર્યું

Published By: Pravin Joshi

Last Updated: 12:33 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારીને સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 170 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ADVERTISEMENT

રવિવારે રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપના અત્યંત મહત્વના મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ શરમજનક હારની સાથે જ ભારતીય ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. લંડનના પ્રખ્યાત અને ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમ પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ T20 મેચ રમી રહી હતી, પરંતુ આ ઐતિહાસિક ક્ષણનો અંત અત્યંત નિરાશાજનક રહ્યો છે.

ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 170 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળતા માત્ર 27 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેમની સાથે ઓપનર સ્મૃતિ મંધાનાએ 37 બોલમાં 38 રન અને શેફાલી વર્માએ 26 બોલમાં 34 રનનું મહત્વનું યોગદાન આપીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં સોફી મોલિનેક્સ સૌથી સફળ રહી હતી, જેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

હાથમાંથી સરકી ગઈ મેચ

171 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પર ભારતીય બોલરોએ શરૂઆતમાં સારો દબાણ બનાવ્યો હતો અને રિક્વાયર્ડ રન રેટને 10 ની નજીક પહોંચાડી દીધો હતો. જો કે, આ દબાણને ભારતીય ટીમ જાળવી શકી નહોતી. ખરાબ બોલિંગ, ફિલ્ડિંગમાં કેચ છોડવાની ભૂલો અને મિડલ ઓવર્સમાં રન રોકવામાં નિષ્ફળ રહેવાના કારણે ઓસ્ટ્રેલિયાએ મેચ પર ફરીથી મજબૂત પકડ બનાવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે એલિસ પેરીએ શાનદાર બેટિંગ કરતા 38 બોલમાં 56 રન ફટકાર્યા હતા. તેની સાથે જ એશ ગાર્ડનરે પણ વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 29 બોલમાં 53 રનની મોટી ઇનિંગ રમી હતી, જ્યારે ફોબી લિચફિલ્ડે 25 બોલમાં 24 રનનું યોગદાન આપીને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે જીત અપાવી દીધી હતી.

આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

જૂનો ઇતિહાસ પુનરાવર્તિત થયો

ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની આ હાર ખૂબ જ દર્દનાક છે, કારણ કે આ અગાઉ 2024 ના મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હારીને જ ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી. સળંગ બીજી વખત કિંગારુ ટીમે વર્લ્ડ કપના મંચ પર ભારતનું સપનું તોડી નાખ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia INDvsAUS WomensT20WorldCup

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ