બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 6 એરબેગ, કમાલના ફિચર્સ, આવી રહી છે અલ્ટોની દુશ્મન, આ દિવસે થશે લોન્ચ
Last Updated: 08:12 PM, 28 June 2026
રેનો તેની સૌથી ફેમસ એન્ટ્રી-લેવલ હેચબેક કાર ક્વિડનું ફેસલિફ્ટેડ મોડેલ લોન્ચ કરી રહી છે. જેમાં આ કંપની 3 જુલાઈના રોજ નવી રેનો ક્વિડને નવી સ્ટાઈલમાં લોન્ચ કરશે. લોન્ચ થયા બાદ આ નાની ફેમિલી કાર મારુતિ અલ્ટો અને સેલેરિયો જેવી એન્ટ્રી-લેવલ કાર સાથે કોમ્પીટીશન કરશે.
ADVERTISEMENT
આ કારનું નવું ફેસલિફ્ટ મોડેલ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું, જેમાં કારમાં કરવામાં આવેલા ફેરફારો વિશે ડીટેલ આપવામાં આવી હતી. સ્પાય ઇમેજ મુજબમુજબ નવી ક્વિડ પહેલા કરતાં વધુ એડવાન્સ અને આકર્ષક લુક ધરાવશે. તેની ડિઝાઇન ડેસિયા સ્પ્રિંગ EV થી ઇન્સ્પાયર હોઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કારમાં નવા Y-આકારના LED ડેટાઇમ રનિંગ લેમ્પ્સ અને એક્ડિજેવા ઝાઇનના Y-આકારના ટેલલેમ્પ્સ આવી શકે છે. હેડલાઇટ્સ હેલોજન યુનિટ રહેવાની શક્યતા છે. આ સિવાય આગળ અને પાછળના બમ્પર્સ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે અને કારમાં નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ આવી શકે છે.
તેમાં એક નવું ડેશબોર્ડ હશે જેમાં 10-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ હોઈ શકે છે. એક નવું સ્ટીયરિંગ વ્હીલ અને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આવી શકે છે. કેબિન ડિઝાઇન પણ ડેસિયા સ્પ્રિંગ EV થી ઇન્સ્પાયર હોઈ શકે છે.
ADVERTISEMENT
એવી શક્યતા છે કે કંપની આ વખતે ધોરણ તરીકે 6 એરબેગ્સ ઓફર કરશે. આ કારને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવી શકે છે. નવી Kwid માં મીકેનીકલ ફેરફારો થવાની શક્યતા ઓછી છે. તે હાલના 1.0-લિટર, 3-સિલિન્ડર એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા ચાલશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ એન્જિન 68 hp પાવર જનરેટ કરે છે. જેમાં ટ્રાન્સમિશન ઓપ્શન સમાન રહેશે, 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવશે. લોન્ચ પહેલાં કિંમતની આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ એવી શક્યતા છે કે નવા અપડેટ બાદ વર્તમાન કિંમત 4.30 લાખ રૂપિયાથી થોડી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.