ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ, ઈમરજન્સી માટે પૈસાની જરુર પડે તો શું કરવું? એક્સપર્ટે જણાવ્યાં ફાયદા

કામની વાત / પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ, ઈમરજન્સી માટે પૈસાની જરુર પડે તો શું કરવું? એક્સપર્ટે જણાવ્યાં ફાયદા

Published By: Nirav Kumar

Last Updated: 11:38 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયારે અચાનક પૈસાની જરૂર પડે છે ત્યારે લોકો પસર્નલ લોન કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ આ બે ઓપ્શનમાંથી કયો ઓપ્શન તમારા માટે બેસ્ટ છે તે અહીંયા જાણીશું.

ADVERTISEMENT

અમુકવાર એવી ઇમરજન્સી આવે છે જેમાં તાત્કાલિક આર્થિક મદદની જરૂર પડે છે. જેમાં મેડિકલ કટોકટી કે આર્થિક ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે. આ પરિસ્થિતિમાં, લોકો પાસે બે ઓપ્શન હોય છે. જેમાં પૈસા ઉધાર લો, પસર્નલ લોન લો, કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. જોકે પસર્નલ લોન કે ક્રેડિટ કાર્ડ પણ લોનનો એક પ્રકાર છે. આ બંને ફંડ ઝડપી ઍક્સેસ આપે છે. પરંતુ તેમની રીત અને ખર્ચ અલગ અલગ હોય છે.આથી યોગ્ય ઓપ્શન પસંદ કરવો જરૂરી છે. ચાલો તેના વિષે જાણીએ.

  • શું છે પસર્નલ લોન ?

પસર્નલ લોન સાથે બેંક કે નાણાકીય સંસ્થા તમને રકમ આપે છે. આ રકમ માસિક EMI દ્વારા નક્કી કરેલા સમયગાળામાં ચૂકવવામાં આવે છે. વ્યાજ દર સામાન્ય રીતે પહેલાથી નક્કી કરવામાં આવ્યા હોય છે જેથી તમે માસિક હપ્તાની રકમ જાણો છો.

  • શું છે ક્રેડિટ કાર્ડ ?

ક્રેડિટ કાર્ડ સાથે તમને એક નિશ્ચિત ક્રેડિટ લીમીટ મળે છે, જેનો ઉપયોગ જ્યારે પણ જરૂર પડે ત્યારે કરી શકાય છે. જો તમે નક્કી કરેલ તારીખ સુધીમાં બધી રકમ ચૂકવો છો તો તમારે સામાન્ય રીતે કોઈ વ્યાજ ચૂકવવાનું થતું નથી. પણ જો તેનું પેમેન્ટ સમયસર કરવામાં ન આવે તો તમને મોટું વ્યાજ અને બીજા ચાર્જ લાગી શકે છે.

vtv hiring
  • પર્સનલ લોન vs ક્રેડિટ કાર્ડ

આ બંનેનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે થાય છે. જો તમને હોસ્પિટલ બિલ કે બીજા મોટા પ્રોજેક્ટ માટે મોટી રકમની જરૂર હોય જેમ કે 2 થી 5 લાખ રૂપિયા તો પર્સનલ લોન એક સારો ઓપ્શન છે. તેના EMI ફિક્સ્ડ હોય છે જેનાથી પેમેન્ટ ઇઝી બને છે અને ઘણીવાર લાંબા સમય સુધી ક્રેડિટ કાર્ડ બેલેન્સ રાખવા કરતાં સસ્તી બને છે.

બીજી તરફ જો તમને 10 કે 20 હજાર રૂપિયા જેવી નાની રકમની જરૂર હોય અને તમે આવતા મહિને તમારો પગાર મેળવો ત્યારે આખી રકમ ચૂકવી શકો છો તો ક્રેડિટ કાર્ડ એક સારો ઓપ્શન છે. તેમાં કોઈ લોન પ્રોસેસ સામેલ નથી અને ફંડ તરત જ મળે છે.

વધુ વાંચો :730થી ઓછો હોય સિબિલ સ્કોર તો 2027થી નહીં મળે હોમ કે કાર લોન, શું નિયમોમાં થયો ફેરફાર

  • આ બેમાંથી કયું સારું ?

લોન કે ક્રેડિટ કાર્ડ પસંદ કરતી વખતે માત્ર વ્યાજ દર ન જુઓ. જેમાં પર્સનલ લોનમાં પ્રોસેસિંગ ફી અને EMI ડિફોલ્ટ દંડ પણ હોઈ શકે છે. આ દરમિયાન ક્રેડિટ કાર્ડમાં લેટ પેમેન્ટ ચાર્જ, ફાઇનાન્સ ચાર્જ અને બીજી ફી પણ એડ કરી શકાય છે. આથી તમે કુલ ખર્ચના આધારે નિર્ણય લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Financial Help Credit Card Personal Loan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ