બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં યુપીના MLAના સ્વાગતમાં પરમિશન વગર લક્ઝરી કારનો કાફલો, પોલીસની કાર્યવાહી

કાર્યવાહી / સુરતમાં યુપીના MLAના સ્વાગતમાં પરમિશન વગર લક્ઝરી કારનો કાફલો, પોલીસની કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 11:09 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં યુપીના ધારાસભ્યના સ્વાગતમાં પરમિશન વગર લકઝરી કારનો કાફલો નીકળ્યો હતો. તેમજ ઉધના-મગદલ્લાથી સુરત એરપોર્ટનો રોડ બાનમાં લીધો હતો. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરમાં ઉત્તર પ્રદેશના એક MLAના સ્વાગત માટે પરમિશન વિના લક્ઝરી કારનો કાફલો કાઢવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઉધના-મગદલ્લા રોડથી સુરત એરપોર્ટ સુધી રોડ પર લક્ઝરી કારોના કાફલાને કારણે ચર્ચા જાગી હતી.

10થી વધુ લક્ઝરી કાર સામેલ

માહિતી મુજબ, કાફલામાં ડાર્ક બ્લેક ફિલ્મ લગાવેલી 10થી વધુ લક્ઝરી કાર સામેલ હતી. આ કાફલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડુમસ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી

વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચાર કાર કબ્જે કરી હતી. ઉપરાંત વાહનો પર લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરાવીને સંબંધિત વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ મેયર હિતેશ બારોટની સાદગી ફરી ચર્ચામાં, પ્રશિક્ષણ શિબિરમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા

પોલીસે કાર્યવાહી હાથ ધરી

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો પર પરમિશન વિના કાફલો કાઢવો તેમજ વાહનો પર નિયમો વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવવી કાયદાનો ભંગ છે. આવી પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ