બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ભદ્ર રાજયોગથી 5 રાશિઓને લાગશે લોટરી, ચમકશે કરિયર, સોમવારે પૂનમ અને શુક્લ યોગનો મહાસંગમ

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / ભદ્ર રાજયોગથી 5 રાશિઓને લાગશે લોટરી, ચમકશે કરિયર, સોમવારે પૂનમ અને શુક્લ યોગનો મહાસંગમ

Last Updated: 12:59 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

29 જૂન 2026 સોમવારના રોજ પૂર્ણિમા છે. આ દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિ છોડીને તેના મિત્ર ગ્રહ ગુરુની રાશિ ધન રાશિમાં પ્રવેશ કરશે.

1/14

photoStories-logo

1. પૂર્ણિમા

હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ શુક્લ પક્ષની પવિત્ર પૂર્ણિમા 29 જૂનનો આખો દિવસ રહેશે. નક્ષત્રોની વાત કરીએ તો મૂળ નક્ષત્રનો પ્રભાવ દિવસભર રહેશે. આ દિવસે ચંદ્ર સવારે 1:09 વાગ્યા બાદ વૃશ્ચિક રાશિ છોડીને તેના મિત્ર ગ્રહ ગુરુની રાશિ ધન રાશિમાં પ્રવેશ કરશે, સોમવારે શુક્લ યોગ, વાશી યોગ, આનંદાદિ યોગ, સુનાફ યોગ અને શંખ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે, આ દરમિયાન કઈ રાશિઓ પણ કેવી અસર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

નવમા ઘરમાં ચંદ્રની હાજરી તમારા આધ્યાત્મિક જ્ઞાન અને સકારાત્મકતામાં વધારો કરશે. શુક્લ યોગની રચના તમારા નાણાકીય બાબતોમાં સુધારો કરશે, વ્યવસાયમાં સકારાત્મક વિચારસરણી જળવાઈ રહેશે. તમારે નેટવર્કિંગ પર ફોકસ કરવું. તમારા વ્યવસાય નેટવર્કને વિસ્તૃત કરવા માટે ઇવેન્ટ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લો. તમે સમય પહેલાં ગ્રાહકોના ઓર્ડર આત્મવિશ્વાસથી પૂરા કરશો. ફિલ્ડ માર્કેટિંગ કર્મચારીઓ લાંબા સમય પછી ઓફિસમાં જૂના સાથીદારોને મળશે. લગ્નજીવનમાં અમુક સારા સમાચાર મળશે. તમારો લકી કલર પીળો, લકી નંબર 4 અને અશુભ નંબર 7 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

તમારા આઠમા ભાવમાં ચંદ્ર હોવાથી તમારા પોતાના વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ સાવધાની રાખો. આ દિવસ વેપારીઓ અને કામ કરતા લોકો માટે સાવધાનીનો દિવસ રહેશે. ઘણા મોરચે અચાનક પડકારો આવી શકે છે, પરંતુ ગભરાવાને બદલે ધીરજ રાખો. આવતીકાલે તમારા વ્યવસાયમાં થોડી પણ બેદરકારી પણ મોટા આર્થિક નુકસાનનું કારણ બની શકે છે આથી દરેક ડીલ ફરીથી ચેક કરો. નોકરી કરતા લોકોએ બિનજરૂરી ગપસપ અને બિનજરૂરી વાતચીતમાં પોતાનો કિંમતી સમય બગાડવાનું ટાળે. ઓફિસ પોલીટીક્સ ટાળો અને મુખ્ય પ્રોજેક્ટ્સ પર ફોકસ કરો. વિદ્યાર્થીઓ માટે કરિયર પસંદગીઓ વિશે થોડી ચિંતા અને મૂંઝવણ અનુભવી શકે છે. વિવાહિત જીવનમાં તણાવ આવી શકે છે. લકી કલર સિલ્વર. લકી અંક 6 અને અશુભ અંક 1 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

તમારા સપ્તાહ ભાવમાં ચંદ્ર હોવાથી તમને વ્યવસાયમાંથી આર્થિક લાભ થવાની સંભાવના છે. શુક્લ યોગની રચના તમારા કાર્યક્ષેત્રમાં એક સુખદ અને હળવું વાતાવરણ લાવશે જેનાથી પેન્ડિંગ ફાઇલોને ઝડપથી નિકાલ કરી શકો છો. ઓનલાઈન વ્યવસાયો, ડિજિટલ સાહસો અને ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ્સ ચલાવતા લોકોને આવતીકાલે અમુક સારા સમાચાર મળી શકે છે. તમારા જીવનસાથીના સંપર્કો તમને મોટા મોટા ઓર્ડર લાવશે. તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તમારે અમુક એક્સ્ટ્રા પ્રયત્નો કરવાની જરૂર પડી શકે છે, જે ભવિષ્યમાં ખૂબ નફાકારક સાબિત થશે. નોકરી કરતા વ્યક્તિઓએ ઓફિસમાં તેમના આલોચકોની કોમેન્ટથી નારાજ ન થવું જોઈએ. તેના બદલે તેમની ખામીઓને સુધારવા અને ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે તૈયારી કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ દિવસે ઓનલાઈન ખરીદીમાં ઉતાવળ ન કરો કેમ કે ખોટી પ્રોડક્ટ મળવાનું કે ઓનલાઈન ફ્રોડ કે સાયબર છેતરપિંડીનો ભોગ બનવાનું જોખમ રહેલું છે. તમારો લકી કલર નારંગી, લકી નંબર: 1 અને અશુભ નંબર 4 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

તમારા છઠ્ઠા ભાવમાં ચંદ્ર હોવાથી આ દિવસે તમે તમારા બધા છુપાયેલા વિરોધીઓથી મુક્ત રહેશો. વેપારીઓનો દિવસ સારો રહેશે. વેપારીઓએ આવતીકાલે તેમના વ્યવસાયના ઘટતા વિકાસ કે મંદી વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેના બદલે બાકી રહેલા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવા પર ફોકસ કરો. ઉતાવળિયા નિર્ણયો ન લો. આઇટી, ટેક કે કોડિંગ ક્ષેત્રના લોકો માટે નવો ટેક પ્રોજેક્ટ શરૂ કરવા, વેબસાઇટ બનાવવા, એપ્લિકેશન ડિઝાઇન કરવા કે ડેટા એનાલીસીસ પ્રોજેક્ટ પર કામ કરવા માટે શાનદાર દિવસ છે. વર્ક પ્લેસ પર તમારો આત્મવિશ્વાસ તેની ટોપ પર રહેશે. તમારા લવ લાઈફમાં મીટિંગ્સ ચાલુ રહેશે. લકી કલર જાંબલી, લકી અંક 5 અને અશુભ અંક 3 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

તમારા પાંચમા ભાવમાં ચંદ્ર હોવાથી આ દિવસે સંતાનના કરિયર કે સ્થાન સંબંધિત આનંદનો અનુભવ કરી શકે છે. પ્રોફેશનલ માટે આવતીકાલનો દિવસ ખૂબ જ સારો છે. તમે તમારા બોસ કે મેનેજર સાથે કરિયર ગ્રોથ વિશે સકારાત્મક વાતચીત કરી શકો છો. જે લોકો બિઝનેસને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે કાલનો દિવસ સારો છે. વર્ક પ્લેસ પર તમારી માર્કેટિંગ ટીમના ટાર્ગેટને પ્રાપ્ત કરવાથી તમારા પગાર અને ઇન્સેટીવમાં વધારો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે તમારે તમારી જીદ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું. તમને સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે. તમારો લકી કલર ક્રીમ,લકી અંક 4 અને અશુભ અંક 9 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

તમારા ચોથા ભાવમાં ચંદ્ર હોવાથી જમીન, મકાનો, પૂર્વજોની મિલકત કે સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં અચાનક મોટો વિવાદ થઈ શકે છે. આવતીકાલે ઘરના ખર્ચમાં અચાનક વધારો થવાથી તમારા માનસિક તણાવમાં વધારો થશે. વેપારીઓએ આવતીકાલે સાવધાની રાખવી નહીં તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કરિયરમાં અણધાર્યા ખર્ચને કારણે વેપારીઓએ આવતીકાલે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.આવતીકાલે કોઈપણ કામમાં ઉતાવળ કરવાનું ટાળો કેમ કે પ્રોજેક્ટ્સ જોખમમાં મુકાઈ શકે છે. પ્રોફેશનલોએ આવતીકાલે તેમની રજાને કારણે બીજી ટીમના સભ્યોનું કામ સંભાળવું પડી શકે છે, જેના કારણે દબાણ વધશે. વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોએ આવતીકાલે બિનજરૂરી ગોસીપ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. તમારો લકી રંગ: સફેદ, લકી નંબર 1 અને અનલકી નંબર 6 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

તમારા તૃતીય ભાવમાં ચંદ્ર હોવાથી તમારી હિંમત, સાહસમાં વધારો થશે. જેમાં શુક્લ યોગની રચના તમારા વ્યવસાયમાં બમ્પર નફો અને નાણાકીય લાભની મજબૂત સંભાવના બનાવશે. વેપારીઓનો દિવસ સામાન્ય કરતાં ઘણો સારો રહેશે. માર્કેટમાં તમારી વાતચીત સ્કીલ ચમકશે જેનાથી તમે મુખ્ય ગ્રાહકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો. તમે આવતીકાલે કોઈ મોટો કોર્પોરેટ પ્રોજેક્ટ કે ટેન્ડર મેળવી શકો છો, નોકરી કરતા વ્યક્તિઓ કંઈક નવું શીખશે. તમારા બોસ અને સીનીયર દ્વારા આપવામાં આવેલા ઓર્ડર અનુસાર કામ કરો. યુવાઓને મેનેજમેન્ટ દ્વારા કોઈ મોટો નવો પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે. તમારો લકી રંગ: ભૂરો, લકી અંક: 7 અને અશુભ અંક 3 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

તમારા બીજા ભાવમાં ચંદ્ર હોવાથી આર્થિક વ્યવહારો, રોકાણો અને બીજી નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી જોઈએ. જે યુવાનો નવી નોકરી શોધી રહ્યા છે કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે તેઓએ તેમની વાતચીત સ્કીલને મજબૂત બનાવવી . ટેલિફોનિક કે વીડિયો કૉલ ઇન્ટરવ્યૂમાં તમારા કેસને અસરકારક રીતે રજૂ કરવાથી તમારી પસંદગી સુનિશ્ચિત થઈ શકે છે. ઉત્પાદન સાથે જોડાયેલા લોકોને સારા મોકા મળશે મોટો ઓર્ડર મળી શકે છે. ઓફિસમાં તમારું સારું પ્રદર્શન અને કાર્ય તમને તમારી કરિયરમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. નવી ઓફરો નોકરી બદલવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જે લોકોના પ્રેમ જીવનસાથી સાથે સંબંધ તૂટ્યો છે તેઓ ફરીથી વાતચીત શરૂ કરી શકે છે, જેનાથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનશે. તમારો લકી રંગ લાલ, લકી અંક 2 અને અનલકી અંક 7 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

ચંદ્ર તમારી રાશિમાં ગોચર કરશે જે શાંત, ખુશખુશાલ અને ખુશ મૂડ લાવશે. ટીમવર્ક અને સહયોગ તમને કામમાં સફળતા લાવશે, તમારી પ્રતિષ્ઠા મજબૂત બનશે. નોકરી કરનારાઓ માટે આ ખૂબ જ શુભ દિવસ છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને વિદેશી વેપાર સાથે જોડાએલા લોકો માટે ઘણા દિવસોથી કસ્ટમ કે બંદરો પર અટવાયેલા મોટા માલ કે સ્ટોક સરળતાથી ક્લિયર થઈ શકે છે. જેના પેન્ડિંગ પેન્ડીંગ તમારા બેંક આવી શકે છે. તમારા વ્યવસાયને વેગ આપવા માટે તમારે સમયપત્રક પહેલાં કાર્યો પૂરૂ કરવા પર ફોકસ કરવું. તમને પારિવારિક મોરચે કેટલીક નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. યુવાન અપરિણીત લોકો માટે, સગાઈની વાતો અચાનક કોઈ કારણસર મોડી થઈ શકે છે .તમારો લકી રંગ નારંગી, લકી અંક 5 અને અનલકી અંક 1 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

તમારા બારમા ભાવમાં ચંદ્ર હોવાથી કામમાં સહેજ પણ શિથિલતા કે બેદરકારી પણ તમારા સ્થાપિત કરિયરને ગંભીર અસર કરી શકે છે. મેનેજમેન્ટ રજા પર રહેલા લોકોને ઘરેથી કામ કરવાના મહત્વના કાર્યો સોંપી શકે છે. માર્કેટમાં બજારમાં તેમના ગ્રાહકોને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા વ્યવસાય માલિકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે. પાર્ટનર સાથે સંકલનનો અભાવ વ્યવસાયમાં નુકસાન તરફ દોરી શકે છે. રોકાણ માટે દિવસ સારો નથી. નોકરી કરતા વ્યક્તિઓએ લાગણીઓના પ્રભાવ હેઠળ ઓફિસમાં કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળવું. તમારા માતાપિતા અચાનક તમારા કહ્યા કે કરેલા કોઈ કામ પર ગુસ્સે થઈ શકે છે. તમારો લકી કલર મરુંન, લકી અંક 8 અને અશુભ અંક 4 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

તમારા અગિયારમા ભાવમાં ચંદ્ર હોવાથી તમારે તમારા બધા પ્રોફેશનલ અને સામાજિક ફરજો સમર્પણ સાથે નિભાવવા જોઈએ.તમારા વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ લાવશે. જૂની યોજનાઓ સંપૂર્ણપણે સફળ થશે અને તમને મોટો નફો મળશે.વેપારીઓને તેમના ડિજિટલ બ્રાન્ડિંગ અને માર્કેટિંગને મજબૂત અને અપડેટ કરવા. સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થતી જાહેરાત તમારા બ્રાન્ડની પ્રસિદ્ધિને વેગ આપશે અને સંભવિત ગ્રાહકોને ઝડપથી આકર્ષિત કરશે. વર્ક પ્લેસ પર તમારા ઇન-એન્ડ-આઉટ સમય પર ખાસ ધ્યાન આપો, કેમ કે તમારો સમય તમારા મૂલ્યાંકન અને છબીને સીધી અસર કરે છે. ઓફિસમાં પ્રમોશન અચાનક તમારી જવાબદારીઓ અને કાર્યભાર વધી શકે છે. પરિવારમાં સંપૂર્ણ શાંતિ અને ખુશી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ શોર્ટકટ કે પરીક્ષામાં ફ્રોડ જેવા પ્રલોભનોથી સંપૂર્ણપણે દૂર રહેવું. તમારો લકી કલર સોનેરી , લકી અંક 7 અને અશુભ અંક 2 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

તમારા દશમા ઘરમાં ચંદ્ર હોવાથી તમારે તમારા વડીલો અને સીનીયરના આદર્શો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ. જે લોકો લાંબા સમયથી આંતરિક ટ્રાન્સફર અથવા વિભાગમાં ફેરફાર માટે પ્રયત્નશીલ છે તેમને મેનેજમેન્ટ તરફથી અમુક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે; તમને નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. અચાનક કોઈ મોટી કોર્પોરેટ ઇવેન્ટ માટે મોટો બલ્ક ઓર્ડર મળી શકે છે. નોકરી કરતા લોકોની અમુક જૂની ખરાબ આદતો તમને કામ પર શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. તમારા જીવનસાથી સાથે બહાર ફરવાની યોજના બનાવી શકો છો. રોજિંદા ખર્ચ અથવા વૈભવી વસ્તુઓ માટે મિત્રો કે ભાઈ-બહેનો પાસેથી વારંવાર પૈસા ઉછીના ન લેવાનું ધ્યાન રાખો, સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં તેમના માતાપિતા તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. તમારો લકી કલર બ્લુ , લકી અંક 3 અને અશુભ અંક 9 રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vashi Yoga Jeth Shukla Paksha Capricorn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ