બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અંબાણી પરિવારની અતૂટ આસ્થા, તિરુપતિ બાલાજી સામે શીશ ઝુકાવ્યું, વેંકટેશ્વર સ્વામીને વાળ અર્પણ કર્યા
Last Updated: 03:49 PM, 28 June 2026
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી ફરી એકવાર તેમની ધાર્મિક શ્રદ્ધાને લઇ ચર્ચામાં છે. તેમણે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યા અને સદીઓ જૂની પરંપરાને અનુસરીને પોતાનું માથું મુંડન કરાવ્યું. આના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અહીં તમે બાલાજી મંદિરમાં વાળ દાનની પરંપરા વિશે વિગતવાર જાણી શકો છો.
ADVERTISEMENT
Tirupati, Andhra Pradesh: Reliance Industries Executive Director, Anant Ambani, offered his hair at Tirumala Sri Venkateswara Swami Temple, in keeping with a centuries-old tradition of devotion. pic.twitter.com/lHOIePTE5k
— ANI (@ANI) June 28, 2026
મુંડનની પરંપરા શું છે?
ADVERTISEMENT
દર વર્ષે લાખો ભક્તો તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીને તેમના વાળ દાન કરે છે. આને કેશ દાન પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે આમ કરવાથી વ્યક્તિનો અહંકાર ત્યાગ થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણ દર્શાવે છે. અનંત અંબાણીએ આ પરંપરાનું પાલન કર્યું અને મંદિર પરિસરમાં પોતાનું માથું મુંડન કરાવ્યું.
#WATCH | Tirupati, Andhra Pradesh: Reliance Industries Executive Director, Anant Ambani, visited Tirumala Sri Venkateswara Swami Temple for Suprabhata Seva and offered prayers. He also donated his hair to the temple. pic.twitter.com/uaibgvEFlI
— ANI (@ANI) June 28, 2026
ADVERTISEMENT
અંબાણી પરિવાર શ્રદ્ધા સાથે જોડાયેલ
અંબાણી પરિવાર લાંબા સમયથી દેશભરના મંદિરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી અનેક વખત અયોધ્યા રામ મંદિર, દ્વારકા, તિરુપતિ બાલાજી, દ્વારકાધીશ, બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય ઘણા મંદિરોમાં પૂજા-અર્ચના કરતા જોવા મળ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી
ADVERTISEMENT
તિરુપતિ બાલાજી મંદિર શા માટે ખાસ છે?
આંધ્રપ્રદેશમાં તિરુમાલા ટેકરીઓ પર સ્થિત તિરુપતિ બાલાજી મંદિર દેશના સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ શ્રદ્ધાળુઓ વાળુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તેને કલયુગ વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો અહીં આવે છે. મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા પણ પ્રાચીન છે અને તેને સૌથી મોટા ધાર્મિક અનુષ્ઠાનમાંથી એક માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.