બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાખણીના વાસણા સુજલામ-સુફલામ કેનાલ પર ખેડૂતોનું અનોખું વિરોધ પ્રદર્શન

VIDEO / લાખણીના વાસણા સુજલામ-સુફલામ કેનાલ પર ખેડૂતોનું અનોખું વિરોધ પ્રદર્શન

Vishal Khamar

Last Updated: 04:56 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદની કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. લાખણીની વાસણા સુજલામ કેનાલ પર ઢોલ વગાડીને વિરોધ કર્યો છે.

વાવ–થરાદ જિલ્લાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં સુજલામ સુફલામ કેનાલ પર એકત્ર થયા હતા. વરસાદ ખેંચાતા અને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતો ઢોલ વગાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ચીમકી આપી છે કે, જો માંગ સંતોષવામાં નહીં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કેનાલ પર ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા

વાવ–થરાદ જિલ્લાના લાખણીના વાસણા નજીક આવેલા સુજલામ સુફલામ કેનાલ પર ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવતા ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે ચોમાસાની ખેતી મુશ્કેલીમાં મુકાઈ છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક બચી શકે.

ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બાજરી, મગફળી અને ઘાસચારા જેવા પાકના વાવેતરનો મહત્વનો સમય ચાલી રહ્યો છે. પરંતુ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી વાવેતર અટકી રહ્યું છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે. ખેડૂતો દ્વારા ધરણા કાર્યક્રમ યોજી તાત્કાલિક પૂરતું પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી.ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન પર હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે.

આ પણ વાંચોઃ મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ

સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માગ

હાલ ખેડૂતોની મુખ્ય માંગ એક જ છે સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી ચોમાસાની ખેતી બચાવી શકાય. હવે સરકાર અને સિંચાઈ વિભાગ ખેડૂતોની આ માંગ પર કેટલા ઝડપથી નિર્ણય લે છે, તેના પર સમગ્ર પંથકના ખેડૂતોની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Banaskantha Sujlam Suflam Canal
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ