બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદના ડરણ ગામે ખેડૂતોના આંદોલનને ધારાસભ્ય કનુભાઈ પટેલનું સમર્થન

ગુજરાત / સાણંદના ડરણ ગામે ખેડૂતોના આંદોલનને ધારાસભ્ય કનુભાઈ પટેલનું સમર્થન

Kalpesh Kandoria

Last Updated: 06:09 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદ તાકુના ડરણ ગામના ખેડૂતો ડ્રેનેજ ળઈનને લઈ વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહેલા ખેડૂતોને સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ મળવા આવ્યા હતા અને તેમને ખેડૂતોને નુકસાન ન થવા દેવાની ખાતરી આપી હતી.

સાણંદ તાલુકાના ડરણ ગામમાં ખેડૂતોની જમીનમાંથી ડ્રેનેજ લાઈન પસાર કરવાના નિર્ણય સામે ચાલી રહેલા વિરોધ આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા અને તેમની રજૂઆતો સાંભળી સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી.

ખેડૂતો પોતાની જમીનમાંથી ડ્રેનેજ લાઈન પસાર કરવાના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા છે. આંદોલન દરમિયાન ધારાસભ્ય કનુભાઈ પટેલે ખેડૂતો સાથે બેઠક કરીને તેમની ચિંતાઓ જાણી હતી.

ધારાસભ્યએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે જ્યાં ખોદકામ કરીને ખાડા પાડવામાં આવ્યા છે, ત્યાં જરૂરી કાર્યવાહી કરીને તેનું પુરાણ કરવામાં આવશે. ઉપરાંત, ડ્રેનેજ લાઈન માટે ખેડૂતોની જમીનને અસર ન થાય તે માટે વૈકલ્પિક માર્ગ શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ દરેક સ્તરે રજૂઆત કરશે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં ખેડૂતોની સાથે રહીને તેમની લડાઈમાં સાથ આપશે.

ઉલ્લેખનીય છે કે ડરણ ગામના ખેડૂતો લાંબા સમયથી પોતાની જમીનમાંથી ડ્રેનેજ લાઈન પસાર કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમની ખેતી અને જમીનને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે તેઓ વૈકલ્પિક માર્ગની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો- નાની ખાખર ગામે કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, 14 ગામોના લોકો ધરણા પર

ધારાસભ્ય કનુભાઈ પટેલે કહ્યું, "હું આજે ખેડૂતોની વાત સાંભળવા આવ્યો છું અને ખેડૂતો કહે તો તેમની સાથે મુખ્યમંત્રીને અરજી આપવા પણ સાથે આવીશ, 10 લોકોના પ્રતિનિધિઓ સાથે મળી આપણે શોભે તેવી રીતે મુખ્યમંત્રીને મળશું, મેં અધિકારીઓને પણ બીજો વિકલ્પ અપનાવવા કહ્યું, ખેડૂતોને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad sanand kanubhai patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ