બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદના લુદરા ગામે પ્રેમલગ્ન મામલે બબાલ, યુવકના પરિવાર પર હુમલો અને અપહરણનો આરોપ

હુમલો / વાવ-થરાદના લુદરા ગામે પ્રેમલગ્ન મામલે બબાલ, યુવકના પરિવાર પર હુમલો અને અપહરણનો આરોપ

Vishal Khamar

Last Updated: 07:04 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદ જિલ્લાના લુદરા ગામે પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવારજનો પર જીવલેણ હુમલો કરતા યુવકના પરિવારજનોનાં બે લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લુદરા ગામમાં પ્રેમલગ્નને લઈને વિવાદ ઉગ્ર બન્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુવતીએ પોતાની પસંદગીથી પ્રેમલગ્ન કર્યા બાદ તેના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા.

હુમલામાં બે લોકોને ઈજા પહોંચી

આરોપ છે કે યુવતીના પિતા, કાકા સહિત આશરે 13 લોકો યુવકના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ તેમજ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન યુવતીના પરિવારજનોએ યુવતીને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ જઈ અપહરણ કર્યું હોવાનો પણ આરોપ છે.

આ પણ વાંચોઃ સાણંદના ડરણ ગામે ખેડૂતોના આંદોલનને ધારાસભ્ય કનુભાઈ પટેલનું સમર્થન

13 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

આ સમગ્ર મામલે યુવકે પોતાની પત્નીના પિતા, કાકા સહિત કુલ 13 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav-Tharad enmity between love marriages Vav-Tharad district
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ