બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 20 લાખની સ્કોર્પિયામાં 6000નું ડીઝલ પુરાવીને પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક, નોઝલ પણ તોડી

વાયરલ / VIDEO : 20 લાખની સ્કોર્પિયામાં 6000નું ડીઝલ પુરાવીને પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક, નોઝલ પણ તોડી

Nirav Kumar

Last Updated: 08:56 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ છે. જેમાં પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ભરાવીને એક કાર ચાલક પૈસા આપ્યા વગર ભાગી ગયો હતો.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોવાળી ઘટના ગુરુગ્રામના પટૌડી-બિલાસપુર રોડ પર આવેલા યશ ફિલિંગ સ્ટેશન પર બની હતી. જેમાં ડ્રાઇવરે કાળા રંગની સ્કોર્પિયોમાં 6 હજાર રૂપિયાનું ફ્યુઅલ ભરાવીને પૈસા આપ્યા વગર ભાગી ગયો હતો.

આ વાયરલ વીડિયો "ઘર કે કલેશ" નામના એકાઉન્ટ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને 5.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કારની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે પરંતુ તેના માલિક પાસે તેમાં ફ્યુઅલ ભરવા માટે પૈસા નહોતા. આ ઘટના બાદ યુઝર્સમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે સ્કોર્પિયોવાળો માણસ પેટ્રોલ પંપ પર પહોંચે છે. જેમાં પંપ કર્મચારી કોઈ ખચકાટ વગર ફ્યુઅલ ભરે છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કારમાં કુલ 6000 રૂપિયાનું ડીઝલ ભરવામાં આવ્યું હતું.

જેમાં પેટ્રોલ પંપનો કર્મચારી પેમેન્ટ લેવા માટે સ્કેનર લેવા જાય છે કે એવામાં તરત જ સ્કોર્પિયો ડ્રાઈવર કાર સ્ટાર્ટ કરે છે અને ત્યાંથી ભાગી જાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પંપ કર્મચારી અને બાઇક પર આવેલા બીજા ત્રણ લોકો તેનો પીછો કરે છે પરંતુ સ્કોર્પિયો ડ્રાઈવર કાર લઈને ભાગી જાય છે. આ કેસમાં આગળ શું થયું તે હાલમાં જાણી શકાયું નથી.

hiring vtv 1
  • વીડિયો પર લોકોનો ગુસ્સો

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કોમેન્ટ સેક્શનમાં લોકોની ગુસ્સાવાળી રિએક્શન આવી હતી. જેમાં એક યુઝરે લખ્યું કે "આવા બળદબુદ્ધિ લોકો વિચારતા નથી કે દરેક જગ્યાએ CCTV કેમેરા લગાવેલા છે છતાં તેઓ હજુ પણ આવા કામ કરવામાં સફળ રહે છે." બીજા એક યુઝરે લખ્યું કે, "અમારા એરિયામાં તો પહેલા પેમેન્ટ લેવામાં આવે પછી જ ફ્યુઅલ ભરવામાં આવે છે".

વધુ વાંચો : મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક કબજા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર લઈ શકે-સુપ્રીમ કોર્ટ

અમુક લોકો આ ઘટનાને માત્ર પૈસા બચાવવાનો પ્રયાસ નહીં પણ મજા લેવાનું કૃત્ય પણ કહી રહ્યા છે.મતલબ કે ડ્રાઇવરે 6 હજાર રૂપિયા બચાવવા માટે આ કર્યું ન હતું પરંતુ તેને તેમાંથી એક અલગ પ્રકારનો રોમાંચ અને આનંદ મળી રહ્યો હતો આથી તેને આવુ કર્યું હતું તેવું માની રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Viral Video Petrol Pump
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ