બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:37 PM, 28 June 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દ્વિપીય દેશ સેશેલ્સની નેશનલ અસેમ્બલીને સંબોધિત કરીને એક નવો વૈશ્વિક ઇતિહાસ રચી દીધો છે. આ સંબોધનની સાથે જ પીએમ મોદીએ વિદેશી ધરતી પર 20th વખત કોઈ દેશની સંસદને સંબોધિત કરવાનો અદભુત કીર્તિમાન પોતાના નામે કર્યો છે. સેશેલ્સની સંસદને સંબોધવાની આ તક બદલ આભાર વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, "સેશેલ્સ અને ભારત વચ્ચે 50 વર્ષ જૂનો મજબૂત સંબંધ છે. સેશેલ્સના દિલમાં ભારતીયો માટે અખૂટ પ્રેમ છે અને આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ તથા સાઝા ભવિષ્ય પર ટકેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિદેશી સરજમીં પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની શરૂઆત Year 2014 માં જ થઈ ગઈ હતી. 2014 માં સત્તા સંભાળ્યા બાદ તેમણે સૌથી પહેલા ભૂતાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા અને ફિજીની સંસદોને સંબોધિત કરી હતી.
Year 2015: આ સિલસિલો આગળ વધ્યો અને તેમણે મોરેશિયસની નેશનલ અસેમ્બલી, શ્રીલંકા, મંગોલિયા, બ્રિટન (UK) અને અફઘાનિસ્તાનની સંસદમાં વક્તવ્ય આપ્યું.
ADVERTISEMENT
Year 2016 & 2023: પીએમ મોદીએ 2016 માં અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરી અને ત્યારબાદ 2023 માં ફરીથી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ સાથે જ તેઓ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને 2 (બે) વખત સંબોધિત કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

ADVERTISEMENT
Year 2018, 2019 & 2024: આ વર્ષો દરમિયાન તેમણે અનુક્રમે યુગાન્ડા, માલદીવ અને ગુયાનાની સંસદોમાં ભારતનો પક્ષ રજૂ કર્યો.
Year 2025: આ કારવાં વધુ આગળ વધ્યો જ્યારે તેમણે July 2025 માં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો તેમજ નામીબિયાની રાષ્ટ્રીય સંસદોને સંબોધી. ત્યારબાદ December 2025 માં ઈથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરીને ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો મજબૂત કર્યા.
ADVERTISEMENT
Year 2026 : આ જ વર્ષે 25 February 2026 ના રોજ પીએમ મોદીએ જેરૂસલેમની ઐતિહાસિક યાત્રા દરમિયાન ઈઝરાયેલની સંસદ 'નેસેટ' (Knesset) ને સંબોધિત કરીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ ઈઝરાયેલની સંસદને સંબોધનારા પણ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.
ADVERTISEMENT
સેશેલ્સ રવાના થતા પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "હું સેશેલ્સની નેશનલ અસેમ્બલીને સંબોધિત કરનારો પ્રથમ ભારતીય વડાપ્રધાન બનીશ. આ અવસર બંને દેશોના મજબૂત લોકતાંત્રિક મૂલ્યોને દર્શાવે છે." સંસદને સંબોધવાની સાથે જ પીએમ મોદીને સેશેલ્સના રાષ્ટ્રપતિ ડો. પેટ્રિક હર્મિની દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ થી નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી
પીએમ મોદીએ આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સ્વીકારતા સેશેલ્સની જનતાનો આભાર માન્યો અને આ સન્માન વિશ્વના એવા તમામ દેશોને સમર્પિત કર્યું જેઓ જળવાયુ પરિવર્તન (Climate Change) ના પડકારોનો સામનો કરી રહ્યા છે અને પર્યાવરણ સંરક્ષણને પોતાની ફરજ માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.