બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાની ખાખર ગામે કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, 20 ગામોના લોકો ધરણા પર

કચ્છ / નાની ખાખર ગામે કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, 20 ગામોના લોકો ધરણા પર

Kalpesh Kandoria

Last Updated: 05:52 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાની ખાખર ગામે પ્રસ્તાવિત ગ્રેવીટા ઇન્ડિયા લિમિટેડના કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આસપાસના 20 ગામોના લોકોએ કંપનીના ગેટ બહાર ધરણા કરીને પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે વહીવટી તંત્રને રજૂઆત કરી છે.

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાની ખાખર ગામે પ્રસ્તાવિત ગ્રેવીટા ઇન્ડિયા લિમિટેડના કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે આસપાસના 20 ગામોના લોકો એકત્ર થયા હતા અને કંપનીના ગેટ બહાર ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ કરી રહેલા ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીએ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર જ પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત હોવાથી કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ થતાં પર્યાવરણ, ખેતી અને ગ્રીનબેલ્ટને ગંભીર નુકસાન પહોંચવાની આશંકા છે.

ગ્રામજનોએ કંપનીના અધિકારીઓ સમક્ષ કામ તાત્કાલિક બંધ કરવાની રજૂઆત કરી હતી. સાથે જ વહીવટી તંત્રને પ્રોજેક્ટની મંજૂરી રદ કરવા અને અસરગ્રસ્ત લોકોની જાહેરમાં રજૂઆત સાંભળવા માટે માંગણી કરી છે.

Kutch Company Virodh

નાની ખાખર ગામના વતની મુકેશ કાનજી મુકેશ મોથારીયાએ કહ્યું, "10 મે 2026ના રોજ કોપર રિસાયક્લિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું ત્યારે અમને ખબર પડી કે અમારા ગામમાં આવો પ્લાન્ટ આવી રહ્યો છે, અમને જ્યારે ખબર પડી કે આ પ્લાન્ટ આવવાથી અમારા ગામનું સર્વનાશ થશે, પ્રદૂષણ થશે, ખેતીને અને અમારા આરોગ્યને નુકસાન થશે એટલે અમે બધા એકત્ર થયા અને કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હતું."

સ્થાનિકોનું કહેવું છે કે પ્રસ્તાવિત પ્લાન્ટની આસપાસ સરકારી શાળા, હોસ્પિટલ અને ખેતીની જમીનો આવેલી છે. જેના કારણે ભવિષ્યમાં પ્રદૂષણ વધવાથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ

નાની ખાખર ગામના રહેવાસી રામદેવસિંહ લખુભા જાડેજાએ કહ્યું, "નાની ખાખરથી એક કિમી દૂર ગ્રેવિટા કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ આવ્યો છે, જેના વિરોધમાં આજુબાજુના 20 ગામોના લોકો આંશિક ધરણા માટે એકત્રિત થયા છીએ. કલેક્ટરને આવેદન આપવા છતાં કોઈ એક્શન લેવામાં ના આવતાં કંપનીમાં કામ બંધ કંપનીનો વિરોધ કરી રહ્યા છીએ."

ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch News Gravita India Limited Nani Khakhar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ