બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ

ચર્ચા / મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ

Vishal Khamar

Last Updated: 03:42 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખેડૂતોની 6 માંગણીઓને લઈ સરકાર મંત્રણા કરવા તૈયાર છે. તેમજ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેએ ખેડૂતોને આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી 6 મુખ્ય માંગણીઓને લઈને હવે રાજ્ય સરકાર ચર્ચા અને સંવાદ માટે આગળ આવી છે.

મંત્રણામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને સરકાર સાથે મંત્રણામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે કલેક્ટર મારફતે ખેડૂતોને સંદેશ પાઠવ્યો છે કે તેમની માંગણીઓ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા સરકાર તૈયાર છે.

ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

સરકારે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે ખેડૂતોને સંવાદ માટે આમંત્રણ આપતાં જણાવ્યું છે કે ચર્ચા અને પરસ્પર સમજણના આધારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે સરકાર ખેડૂતોની રજૂઆતો સાંભળવા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે. આથી આંદોલનનો ઉકેલ સંવાદના માર્ગે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 'બચાવો બચાવો', મહેસાણા રેલ્વે સ્ટેશન પર મહિલા મુસાફર સાથે બબાલ થતા ટીસીએ બૂમો પાડી

હવે ખેડૂતો સરકારના આ આમંત્રણનો શું પ્રતિસાદ આપે છે અને આગામી મંત્રણામાં શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Collector Morbi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ