બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના હાજીપુર ગામે વરઘોડા દરમિયાન હુમલાનો આક્ષેપ, પાંચ સામે ફરિયાદ નોંધાઈ

આક્ષેપ / પાટણના હાજીપુર ગામે વરઘોડા દરમિયાન હુમલાનો આક્ષેપ, પાંચ સામે ફરિયાદ નોંધાઈ

Vishal Khamar

Last Updated: 05:08 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ તાલુકાના હાજીપુર ગામે વરઘોડો કાઢતા કેટલાક લોકો દ્વારા આવી વરઘોડો કાઢવા બાબતે વિરોધ નોંધાવી માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પીડિત પરિવારના આક્ષેપ મુજબ, ગામના કેટલાક શખ્સોએ વરઘોડો કાઢવા બાબતે વિરોધ વ્યક્ત કરી વરઘોડા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વરરાજાને ઘોડા પરથી નીચે પાડી માર મારવામાં આવ્યો હોવાનો તેમજ જાતિસૂચક શબ્દો બોલી ધમકીઓ આપવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

પરિવારના જણાવ્યા મુજબ, હુમલા દરમિયાન વરરાજાનો સૂટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો અને "ફરી વરઘોડો કાઢશો તો જાનથી મારી નાખીશું" જેવી ધમકીઓ આપવામાં આવી હતી. ઉપરાંત, વરરાજાના કાકા, કાકી અને માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું

ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. દેવીપૂજક સમાજના વરઘોડા મુદ્દે થયેલી આ ઘટનાને લઈને પરિવાર દ્વારા બાલીસણા પોલીસ મથકે પાંચ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મારામારી, ધમકી અને જાતિસૂચક અપમાન સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, ફરિયાદમાં નામજોગ કરાયેલા અને હાલ ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ નાની ખાખર ગામે કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, 14 ગામોના લોકો ધરણા પર

કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ

પીડિત પરિવારે ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patan news Patan Hajipur Patan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ