બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'સવારના 6 વાગ્યા હતા, ટ્રમ્પ અચાનક બોલ્યાં-ચલો PM મોદીને ફોન કરીએ'-સર્જિયો ગોર

નેશનલ / 'સવારના 6 વાગ્યા હતા, ટ્રમ્પ અચાનક બોલ્યાં-ચલો PM મોદીને ફોન કરીએ'-સર્જિયો ગોર

Pravin Joshi

Last Updated: 04:15 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશિપ સમિટ'ને સંબોધિત કરતા સર્જિયો ગોરે 'ઇન્ડો-પેસિફિક કમાન્ડ'માંથી 'ઇન્ડો' શબ્દ હટાવવા અંગે ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે બંને દેશો વચ્ચેની મજબૂત દોસ્તીને સમજાવવા માટે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જ્યારે ભારતમાં સવારના 6 વાગી રહ્યા હતા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરવાનું કહી દીધું હતું.

લેટરહેડ પરના નામથી કોઈ ફરક પડતો નથી

તાજેતરમાં 'યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશિપ સમિટ'ને સંબોધિત કરતા સર્જિયો ગોરે 'ઇન્ડો-પેસિફિક કમાન્ડ'માંથી 'ઇન્ડો' શબ્દ હટાવવા અંગે ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે કહ્યું કે, "લેટરહેડ પર શું નામ લખ્યું છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો, પરંતુ એ જોવું જોઈએ કે અમેરિકા વાસ્તવમાં શું કરી રહ્યું છે. ગોરે યાદ અપાવ્યું કે ભારત આજે પણ દુનિયાના અન્ય કોઈપણ દેશ કરતાં અમેરિકા સાથે સૌથી વધુ સૈન્ય અભ્યાસ કરે છે અને બંને દેશોના સંરક્ષણ અધિકારીઓ વચ્ચે નિયમિત મુલાકાતો થતી રહે છે. 1947માં બનેલી યુએસ પેસિફિક કમાન્ડનું નામ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન બદલીને 'ઇન્ડો-પેસિફિક કમાન્ડ' કરાયું હતું, જેને આ મહિનાની શરૂઆતમાં ફરી જૂનું નામ આપવામાં આવ્યું છે. રાજદૂતે કહ્યું કે નામ ભલે બદલાયું હોય, પરંતુ અમેરિકા ત્યાં હાજર છે અને આગામી 2 અઠવાડિયામાં ભારતીય નૌસેનાનું એક પ્રતિનિધિમંડળ પણ અમેરિકાની મુલાકાતે જવાનું છે.

ઓનલાઈન ટ્વીટ કરનારા નિષ્ણાતો વાસ્તવિકતા જુએ

રાજદૂત ગોરે સોશિયલ મીડિયા પર ભારત-યુએસ સંબંધો નબળા પડ્યા હોવાની અટકળો લગાવતા નિષ્ણાતોની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, "જે નિષ્ણાતો ઓનલાઈન બેસીને ટ્વીટ કરે છે કે આ સંબંધો મુશ્કેલીમાં છે, તેમણે વાસ્તવિકતા જોવી જોઈએ. વેપાર, સંરક્ષણ કે લોકો વચ્ચેના પરસ્પર સંબંધો (People-to-People ties) હોય, દરેક મોરચે આ સંબંધો અત્યંત મજબૂત સ્થિતિમાં છે." તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ તથા રોકાણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે કટિબદ્ધ છે.

'ભારતમાં 6 વાગ્યા હશે, પણ મોદી જાગતા જ હશે...'

ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના અંગત અને ખાસ બોન્ડનો ઉલ્લેખ કરતા ગોરે મિયામીની એક ઘટના શેર કરી. તેમણે જણાવ્યું, આ થોડા મહિના પહેલાની વાત છે. રાષ્ટ્રપતિ મિયામીમાં UFC (અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ) ઇવેન્ટમાં હતા અને અમે બેકસ્ટેજ બેઠા હતા. અચાનક તેમણે મને કહ્યું, 'ચાલો પીએમ મોદીને ફોન કરીએ.' મેં કહ્યું, 'સર, ત્યાં (ભારતમાં) સવારના 6 વાગ્યા છે.' તો ટ્રમ્પે વળતો જવાબ આપ્યો, 'તેઓ જાગતા જ હશે, તેઓ બિલકુલ મારા જેવા જ છે. જોકે, સર્જિયો ગોર નવી દિલ્હીમાં કનેક્ટ થાય તે પહેલા ટ્રમ્પ UFC સ્ટેજ પર જતા રહ્યા હતા અને બાદમાં બીજા દિવસે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. ગોરે કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે જ્યારે તમે કોઈના સાચા મિત્ર હોવ, ત્યારે દરેક વસ્તુ અગાઉથી નક્કી (Protocol) કરવાની જરૂર નથી હોતી.

આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, પાલઘરમાં રેડ એલર્ટ

આગામી 2 વર્ષ દાયકાઓનું ભવિષ્ય નક્કી કરશે

અમેરિકી રાજદૂતે જણાવ્યું કે પીએમ મોદી સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંબંધ તેમના પ્રથમ કાર્યકાળથી જ ખૂબ સારો રહ્યો છે અને ભારત પ્રત્યે તેમની યાદો ખૂબ સકારાત્મક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આગામી 2 વર્ષ બંને દેશોના દાયકાઓ જૂના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અમે આજે જે વાવીશું, તેની લણણી આગામી દાયકાઓ સુધી મળતી રહેશે.

શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMModi DonaldTrump IndiaUSRelations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ