બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જીવતી રહીશ તો ફરિયાદ કરીશ ને'વાવ થરાદમાં યુવતી સાથે શારીરિક અડપલા કરીને દવા પીવડાવાઈ

ગુજરાત / 'જીવતી રહીશ તો ફરિયાદ કરીશ ને'વાવ થરાદમાં યુવતી સાથે શારીરિક અડપલા કરીને દવા પીવડાવાઈ

Pravin Joshi

Last Updated: 04:27 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાભરમાં એક મહિલા પર અન્ય યુવક સાથેનો સંબંધ તોડવા દબાણ કરી, શારીરિક અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાએ પોતાના સગાને ફોન કરવાનો પ્રયત્ન કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ તેને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી અને 'તું જીવતી રહીશ તો જ ફરિયાદ કરીશ' તેમ કહી બળજબરીથી ઝેરી દવા પીવડાવવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો.

બનાસકાંઠાના વાવ અને થરાદ પંથક નજીક આવેલા ભાભરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક યુવતી સાથે શારીરિક અડપલાં કરી તેને જાનથી મારી નાખવાના ઈરાદે બળજબરીથી ઝેરી દવા પીવડાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો સળગતો મામલો પ્રકાશમાં આવ્યો છે.

rape-new

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા પર અન્ય એક યુવક સાથેના સંબંધો તોડી નાખવા માટે લાંબા સમયથી ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ વિવાદ દરમિયાન આરોપીએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મ આચરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ હેવાનિયત આટલેથી જ ન અટકી, જ્યારે પીડિત મહિલાએ પોતાના બચાવ માટે તાત્કાલિક ધોરણે પોતાના સગા-સંબંધીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપી ભારે ઉશ્કેરાઈ ગયો હતો.

rape-simple

આક્રોશમાં આવી ગયેલા આરોપીએ મહિલાના હાથ પર જોરથી બચકું ભરી લીધું હતું અને તેના ગળાના ભાગે નખ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક મહિલાને ઝેરી દવા પીવડાવવાનો પ્રયત્ન કરતા આરોપીએ એવું બિહામણું વિધાન કર્યું હતું કે, "જો તું જીવતી રહીશ તો જ મારી સામે ફરિયાદ કરી શકીશ ને!"

આ પણ વાંચો- સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, મોટા વરાછામાં 400 મીટર રોડ ધસી પડ્યો

આ સમગ્ર ભયાનક ઘટના બાદ પીડિત મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહિલા દ્વારા લગાવવામાં આવેલા આ તમામ ગંભીર આક્ષેપો અને ફરિયાદના આધારે સ્થાનીય પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BanaskanthaCrime CrimeNews BhabharNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ