બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં બનશે 8 નવી GIDC, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન, જાણો ક્યાં ક્યાં બનશે?
Last Updated: 04:50 PM, 29 June 2026
રાજ્યમાં ઉદ્યોગો માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રોકાણ આકર્ષવા, સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જવા અને સંતુલિત ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 8 નવી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટ્સની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
8 નવી GIDCની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ADVERTISEMENT
આ નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કુલ 3,611 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ એસ્ટેટ્સમાં વિશ્વસ્તરીય સુવિધાઓ, આધુનિક રોડ નેટવર્ક, વીજળી, પાણી, ડ્રેનેજ સહિતની અદ્યતન ઔદ્યોગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના કારણે રાજ્યમાં વધુ રોકાણને પ્રોત્સાહન મળશે.
A monumental milestone in Gujarat’s development journey!
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 29, 2026
Delighted to announce 8 new Smart Industrial Estates by GIDC, spanning a massive 3,611 acres across 5 key districts: Kheda, Ahmedabad, Panchmahal, Chhotaudepur, and Bhavnagar.
These futuristic, tech-driven estates will… pic.twitter.com/LIhhhz4kLC
ADVERTISEMENT
ક્યાં ક્યાં જિલ્લાઓમાં જીઆઈડીસીની ફાળવણી કરાઈ
નવી GIDC એસ્ટેટ્સ ખેડા જિલ્લાના મહિજ, સરખેજ અને અંઘાડી, અમદાવાદ જિલ્લાના માંડલ, પંચમહાલ જિલ્લાના નદીસર, છોટાઉદેપુર જિલ્લાના ઊંડવા તેમજ ભાવનગર જિલ્લાના મોણપુર ખાતે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત કુલ મળીને 8 નવી ઔદ્યોગિક વસાહતોના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

યુવાઓ માટે રોજગારી ઉભી થશે
ADVERTISEMENT
સરકારના આ નિર્ણયથી વિવિધ જિલ્લાઓમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે અને ગુજરાત દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્ય તરીકે વધુ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ એંગલ પર બાળકોને બેસાડ્યાં, SG હાઈવે પર સ્કૂલ રિક્ષાની જોખમી સવારીનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
રાજ્ય સરકારનો આ પ્રયાસ "વિકસિત ગુજરાત"ના વિઝનને સાકાર કરવા સાથે રોકાણકારોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવાનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.