બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / ભાવનગર અને અમરેલી આજુબાજુમાં ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતા હળવી-લોકોને ગરમીથી રાહત
5 ફોટો ગેલેરી
Last Updated: 06:50 PM, 29 June 2026
1/5
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કોબડી, મામસા, ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. બપોર બાદ ભારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
2/5
અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાંભા, સાવરકુંડલા, રાજુલા, લીલીયામાં વરસાદી માહોલ છવાયો હતો. ખોડિયાણા, આદસંગ, થોરડી અને બાઢડામાં વરસાદી માહોલ છવાયો હતો.મોટા અગરિયા અને નવા અગરિયામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને લીધે પણ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને લીધે ખેડૂતોની ચિંતા હળવી થવા પામી છે. તેમજ ગરમીથી લોકોને રાહત મળી હતી.
3/5
તાપીના વ્યારામાં લાંબા સમયના વિરામ પછી વરસાદનું આગમન થવા પામ્યું છે. વ્યારાના સ્ટેશન રોડ, મિશન નાકા અને જનક નાકા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી પછી વરસાદ વરસતા લોકોને રાહત થઈ હતી.
4/5
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદી ઝાપટાં વરસતા શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ ખોલી દીધી છે. નેશનલ હાઇવે નજીક આવેલા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અનેક સ્થળોએ પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા. બીજી તરફ, જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
5/5
વલસાડ જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના આગમનથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, પરંતુ હજુ સુધી જિલ્લામાં વાવણી લાયક પૂરતો વરસાદ નોંધાયો નથી. જેના કારણે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે અને તેઓ સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ