બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે સરકારે શરૂ કરી વિચારણા,કાલની કેબિનેટમાં થઈ શકે ચર્ચા
Last Updated: 07:16 PM, 30 June 2026
રાજ્યમાં ખેતીની જમીનમાં વીજપોલ ઉભા કરવાની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોરબી જિલ્લાના જેતપર સહિત વિવિધ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે મહત્વપૂર્ણ નિર્ણય તરફ આગળ વધી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.
ADVERTISEMENT
ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે રાજ્ય સરકારે શરૂ કરી વિચારણા
મળતી માહિતી મુજબ, ખેતીની જમીનમાં વીજપોલ સ્થાપિત થતાં ખેડૂતોને થતી અસુવિધા અને નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર વળતરની નવી નીતિ જાહેર કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. આ મુદ્દે આવતીકાલે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT

વિભાગો પાસેથી અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા ચાલુ
ADVERTISEMENT
સરકાર દ્વારા હાલ વિવિધ વિભાગો પાસેથી અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. કેબિનેટ બેઠકમાં ચર્ચા અને વિચારણા બાદ વીજપોલના વળતર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અથવા નવી પોલિસીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં 3.7 ઈંચ વરસાદથી ઘરોમાં ઘુસ્યા પાણી, પેટલાદમાં 2 કલાકમાં 3 ઈંચ, કાલે ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
ખેડૂતોના વિરોધના મુદ્દા પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોરબીના જેતપરમાં ખેડૂતોના વિરોધના મુદ્દા પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે અને વિકાસકાર્યો પણ સમયસર પૂર્ણ થઈ શકે તે માટે સંતુલિત નીતિ ઘડવાનો સરકારનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.