બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના ડેસરમાં પિતાએ સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું, મોંઢામાં ડૂચો મારીને કર્યું કૂકર્મ
Last Updated: 07:49 PM, 30 June 2026
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાંથી માનવતાને ઝંઝોડીને મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. 13 વર્ષ અને 2 મહિનાની સગીર દીકરી પર તેના જ પિતા દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પતિ-પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી
પોલીસ ફરિયાદ અનુસાર, 28 જૂનના રોજ સાંજે કપડાં લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધુ ન વધે તે માટે પત્ની નજીકમાં રહેતા એક મહિલા સંબંધીના ઘરે જતી રહી હતી. તે સમયે ઘરમાં તેમની 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો પુત્ર હાજર હતા.
ADVERTISEMENT

મોડી રાત્રે માતા ઘરે પરત ફરતા સમગ્ર ઘટના સામે આવી
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે આશરે 12 વાગ્યે માતા પોતાની બહેન સાથે ઘરે પરત ફરી હતી. ઘરમાં પ્રવેશતાં તેમણે આરોપ મૂક્યો છે કે પતિ સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો અને દીકરીના મોઢામાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું હતું. માતા અને તેમની બહેનને જોઈ આરોપી પિતા સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ADVERTISEMENT
પીડીતાએ માતાને સમગ્ર ઘટના જણાવી
ત્યારબાદ માતાએ દીકરીને સંભાળી તેની પાસે સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદ અનુસાર, સગીરાએ જણાવ્યું કે તેનો નાનો ભાઈ સૂઈ ગયા બાદ પિતાએ તેને જબરજસ્તી જમીન પર સુવડાવી, મોઢામાં કપડું ભરી અને તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું.
ADVERTISEMENT
પીડિતાની માતાએ બહેન અને બનેવીની હાજરીમાં ફરિયાદ નોધાવી
આ ઘટનાને લઈને પીડિતાની માતાએ પોતાની બહેન અને બનેવીની હાજરીમાં ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે સરકારે શરૂ કરી વિચારણા,કાલની કેબિનેટમાં થઈ શકે ચર્ચા
પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કેસની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.