બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 62 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બે શહેરોમાં, કાલે ગુજરાતના આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન / 62 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બે શહેરોમાં, કાલે ગુજરાતના આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી

Hiralal Parmar

Last Updated: 10:02 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેમ લાગે છે.મંગળવારે દિવસ દરમિયાન રાજ્યના 62 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી.

ગુજરાતમાં આખરે ધીરે ધીરે ચોમાસું શરુ થઈ ગયું છે. છેલ્લા 12 કલાકમાં 62 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો જેને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે, અમુક ઠેકાણે તો વાવણીલાયક પણ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત લોકોને બળબળતી ગરમીમાંથી પણ રાહત મળી છે.

rain-4

કયા બે શહેરોમાં સૌથી વધુ વરસાદ

નવસારી અને સાવરકુંડલામાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ બન્ને ઠેકાણે 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. બન્ને શહેરોના ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

rain-3

42 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ

બીજી તરફ 42 તાલુકા એવા હતા કે જેમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. સરવાળે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ શરુ થઈ ગયો છે.

today rain

કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આવતીકાલે એટલે બુધવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ, વાપી સહિત બીજે ઠેકાણે ભારે વરસાદની આગાહી છે. લોકોએ હવામાનના સમાચાર જાણીને જ બહાર નીકળવું.

સૌથી વધુ વરસાદ નવસારીમાં 3.7 ઈંચ

સૌથી વધુ વરસાદ નવસારીમાં 3.7 ઈંચ નોંધાયો, જ્યારે પેટલાદમાં માત્ર છેલ્લા બે કલાકમાં જ 3 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેર અને કામરેજમાં 2.4 ઈંચ તેમજ જલાલપોરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો : નાની બચતના રોકાણકારો માટે મોટા સમાચાર, સરકારે વ્યાજ દરનું કર્યું એલાન, આ યોજનામાં સૌથી વધુ લાભ

રાજ્યમાં ચોમાસાની જમાવટ

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી તેમજ નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain update gujarat rain gujarat weather
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ