બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ‘વાતચીતથી જ નીકળશે રસ્તો…’, PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર આપ્યો ભાર

નેશનલ / ‘વાતચીતથી જ નીકળશે રસ્તો…’, PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર આપ્યો ભાર

Pravin Joshi

Last Updated: 11:52 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેના નાજુક કરારો પર વધી રહેલા દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું રાજદ્વારી (ડિપ્લોમેટિક) પગલું ભર્યું છે. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વિગતવાર વાતચીત કરી છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાન તથા અમેરિકા વચ્ચેના નાજુક કરારો પર વધી રહેલા દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું રાજદ્વારી પગલું ભર્યું છે. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વિગતવાર વાતચીત કરી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે આ વિસ્તારના તાજેતરના પ્રવાહો અને ભવિષ્યના રોડમેપ અંગે ગંભીર ચર્ચા થઈ હતી. આ ઉચ્ચ સ્તરીય વાતચીત એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં જ વ્યાપારિક જહાજો દ્વારા સુરક્ષાના કારણોસર પોતાની ઓળખ છુપાવવાની અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર હુમલા થવાની ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે.

PM Modi Call with Iranian President

કૂટનીતિ અને સંવાદ પર ભારતનો ભાર

વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વડાપ્રધાન મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને આગામી ગતિવિધિઓથી માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં બનેલી પરસ્પર સમજણનું સ્વાગત કર્યું હતું અને પુનરોચ્ચાર કર્યો હતો કે ભારતનું હંમેશાથી એ સ્પષ્ટ વલણ રહ્યું છે કે તમામ વિવાદો કે મુદ્દાઓનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિના માધ્યમથી જ આવવો જોઈએ. વડાપ્રધાને આ ક્ષેત્રમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર નૌકાચયનની સ્વતંત્રતા અને વૈશ્વિક વ્યાપારની અવરોધ વિનાની અવરજવર જાળવી રાખવાના મહત્વને રેખાંકિત કર્યું હતું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની આ વાતચીત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘પશ્ચિમ એશિયાના તાજેતરના પ્રવાહો પર ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી. વાતચીતમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે સતત પ્રયાસોથી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થપાશે. ભારત અને સમગ્ર વિશ્વ માટે હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) માં નૌકાચયનની સ્વતંત્રતાના મહત્વને ફરીથી દોહરાવ્યું છે.’

આ પણ વાંચો : IPL ક્રિકેટર અને તેના IPS પિતા સામે ફરિયાદ, "મારો મોબાઈલ ઝૂંટવી લીધો, ગાળો આપી, મારીને ફેંકી દેવાની ધમકી આપી"

વિશ્વ માટે કેમ મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ?

વડાપ્રધાન મોદીએ પોતાની વાતચીતમાં વિશેષ રૂપે 'ફ્રીડમ ઓફ નેવિગેશન' એટલે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરથી જહાજોની સ્વતંત્ર અને સુરક્ષિત અવરજવરનો મુદ્દો ઉઠાવ્યો છે. વાસ્તવમાં, સ્ટેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ પૈકીનો એક છે. ભારતમાં આયાત થતું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આ જ દરિયાઈ માર્ગેથી પસાર થઈને ભારત પહોંચે છે, જેથી આ માર્ગની સુરક્ષા ભારત અને વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MasoudPezeshkian PMModi StraitOfHormuz
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ