ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone અને iPhone 18 Proના ફીચર્સ થયા લીક, બસ થોડા દિવસમાં થશે લોન્ચ

ટેક / iPhone અને iPhone 18 Proના ફીચર્સ થયા લીક, બસ થોડા દિવસમાં થશે લોન્ચ

Published By: Nirav Kumar

Last Updated: 10:32 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇફોન 18ની સિરીઝને લઇ અનેક લિક્સ સામે આવ્યા છે. જેમાં તેના કેમેરા, ડિસ્પ્લે, AI અને ડિઝાઇનમાં મોટા ફેરફારો થઇ શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

એપલે તાજેતરમાં જ તેના મોટાભાગના પ્રોડક્ટના ભાવમાં 10,000 થી 1 લાખનો વધારો કર્યો છે. પણ કંપનીએ હજુ સુધી આઇફોનના ભાવમાં વધારો કર્યો નથી. એપલે હજુ સુધી આઇફોન 18 સીરીઝની જાહેરાત કરી નથી પરંતુ તેના વિશે નવી માહિતી આવી રહી છે. સપ્લાય ચેઇન, ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ અને વિશ્વસનીય લીક્સ અનુસાર આ વખતે એપલનું ફોક્સ માત્ર પ્રોસેસરની સ્પીડ વધારવા પર રહેશે નહીં પરંતુ કેમેરા, ડિસ્પ્લે, AIઅને ડિઝાઇનમાં પણ મોટા ફેરફારો થઇ શકે છે.

  • નવા આઇફોનમાં શું બદલાશે?

જો આ લીક્સ સચોટ સાબિત થાય તો આઇફોન 18 Pro સૌથી મોટું અપગ્રેડ હોઈ શકે છે. અહેવાલો અનુસાર એપલ સપ્ટેમ્બર 2026 માં આઇફોન 18 Pro અને iPhone 18 Pro મેક્સ લોન્ચ કરી શકે છે. આઇફોન 18 પ્રોનું નવું ડિસ્પ્લે સૌથી વધુ ચર્ચાસ્પદ ફીચર છે. જેમાં એપલ પહેલી વાર ડિસ્પ્લે હેઠળ ફેસ આઈડી સેન્સર રાખી શકે છે. જો આવું થાય તો સ્ક્રીન વધુ સ્પષ્ટ દેખાશે અને ડાયનેમિક આઇલેન્ડ નાનું થઈ શકે છે.

  • કેમેરા અપગ્રેડ

આ વખતે કેમેરા પણ એક મોટો અપગ્રેડ હોવાની શક્યતા છે. અહેવાલો મુજબ આઇફોન 18 Proમાં વેરિયેબલ એપરચર કેમેરા હોઈ શકે છે. હાલમા આઇફોનનું એપરચર ફિક્સ છે પરંતુ નવી સિસ્ટમ સાથે કેમેરા જરૂર મુજબ એપરચરને સમાહિત કરી શકશે. આઠું ઓછા પ્રકાશમાં વધુ સારા ફોટા અને પોટ્રેટ ફોટામાં બેકગ્રાઉન્ડ બ્લરનું વધુ સારું કંટ્રોલ થશે.

vtv hiring 2
  • પ્રોસેસર

પર્ફોમન્સની દ્રષ્ટિએ iPhone 18 Proમાં એપલનો નવો A20 પ્રો ચિપસેટ હશે. તે TSMC ની 2nm પ્રોસેસ પર બનાવવામાં આવશે. મતલબ કે ફોન ઝડપી બનશે, AI ફીચર વધુ સારી રીતે કાર્ય કરશે અને બેટરીનો વપરાશ ઘટશે.

  • બેટરી

નવી ચિપ પાવર એફિશિયન્સી સુધારો કરશે અને એપલ અમુક મોડેલોમાં મોટી બેટરી પણ ઓફર કરી શકે છે.મતલબ કે ફોન એક જ ચાર્જ પર લાંબા સમય સુધી ટકી શકે છે. તેના કલરમાં ફેરફાર પણ થઇ શકે છે. ઘણા લીક્સ અનુસાર એપલ આ વખતે ડાર્ક ચેરી કે ડીપ રેડ જેવા નવા પ્રીમિયમ કલર લોન્ચ કરી શકે છે.

  • સ્ટાન્ડર્ડ આઇફોન 18

સ્ટાન્ડર્ડ આઇફોન 18 અંગે પણ ઘણી ડીટેલ બહાર આવી છે. અહેવાલો મુજબ તેમાં નવી A20 ચિપ હોઈ શકે છે, જે AI સુવિધાઓ અને સ્પીડમાં સુધારો થશે. સુધારેલ બેટરી લાઇફ, કેમેરા અને iOS 27 સાથે નવી એપલ ઇન્ટેલિજન્સ ફીચર પણ આવી છે. પણ વેરિયેબલ એપરચર કેમેરા અને અંડર-ડિસ્પ્લે ફેસ આઈડી જેવા ફીચર પ્રો મોડેલો સુધી લિમિટેડ હોઈ શકે છે.

વધુ વાંચો : WhatsApp પર તમને કોઈએ બ્લોક કર્યા છે કે નહીં? આ 5 રીતે જાણો

  • કિંમત કેટલી?

અમુક માર્કેટ એક્સપર્ટ માને છે કે આઇફોન 18 પ્રોની કિંમત અગાઉના મોડેલ કરતા વધારે હોઈ શકે છે. આથી વધુ મોંઘા 2nm પ્રોસેસર, નવા કેમેરા સેન્સર અને બીજા હાર્ડવેર અપગ્રેડને કારણે ફોન મોંઘો થઇ શકેછે . એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોપ-ઓફ-ધ-લાઇન મેક્સ મોડેલની કિંમત 2.5 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 iPhone 18 Pro iPhone 18 Series

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ