બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા સુરક્ષા સજ્જ, ધાબા પોઇન્ટ પર ડ્રોન સર્વેલન્સ
Last Updated: 07:06 AM, 30 June 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સુરક્ષાની તૈયારીઓ તેજ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા તમામ ધાબા પોઇન્ટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તે માટે પણ તાકીદ કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના બનતા પહેલાં જ જરૂરી કાર્યવાહી કરી શકાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ધાબા પોઇન્ટની તપાસ સાથે ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ સર્વેલન્સની કામગીરી રથયાત્રાના દિવસ સુધી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી સમગ્ર રૂટ પર સુરક્ષાની સ્થિતિ પર નજીકથી નજર રાખી શકાય.
ADVERTISEMENT
આ ઉપરાંત શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં રોકાતા બહારના લોકોના ઓળખપત્રોની ચકાસણી અને તેમની માહિતી એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં SOGની ટીમ સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને કામ કરી રહી છે. સાથે જ પથિક નામની એપ્લિકેશનમાં કરવામાં આવેલી એન્ટ્રીઓની પણ તપાસ કરવામાં આવશે, જેથી શહેરમાં આવતા લોકોની વિગતોનું યોગ્ય વેરિફિકેશન થઈ શકે.

ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર કોઈ અસામાજિક તત્વો વાંધાજનક પોસ્ટ કરીને કોમી એખલાસને નુકસાન ન પહોંચાડે તે માટે અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ સેલ પણ સક્રિય બની છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સર્વેલન્સ રાખીને શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ સાથે જ હથિયારો, ડ્રગ્સ, મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ આવા તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં યાત્રાનો લાભ લઈ શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.