બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સૌરાષ્ટ્રમાં મેઘમહેર, માંગરોળમાં 8 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ, 107 તાલુકા ભીંજાયા

photo-story

9 ફોટો ગેલેરી

Monsoon 2026 / સૌરાષ્ટ્રમાં મેઘમહેર, માંગરોળમાં 8 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ, 107 તાલુકા ભીંજાયા

Last Updated: 04:41 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાની મોડી પધરામણી છતાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરત, વલસાડ અને જૂનાગઢ સહિત 107 તાલુકાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે આજે પણ 85 તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે.

1/9

photoStories-logo

1. સૌરાષ્ટ્રમાં મેઘમહેર, માંગરોળમાં 8 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ, 107 તાલુકા ભીંજાયા

ગુજરાતમાં ભલે મેઘરાજાની પધરામણી મોડી થઈ હોય, પરંતુ હવે તેઓ મન મૂકીને વરસી રહ્યા છે. ગઈકાલે રાજ્યના લગભગ 107 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજાએ ભારે કૃપા વરસાવી છે. આજે 2 July 2026 ના રોજ પણ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જ રાજ્યના 85 તાલુકાઓમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લામાં સરેરાશ 7 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના સત્તાવાર આંકડા નીચે મુજબ છે:

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. સુરત વલસાડમાં ધોધમાર વરસાદ

પલસાણામાં 7.99 ઇંચ, બારડોલીમાં 7.76 ઇંચ, મહુવામાં 7.52 ઇંચ, અંબિકામાં 6.46 ઇંચ અને ઉમરપાડામાં 4.72 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ પલસાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં 7.72 ઇંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સૌરાષ્ટ્રમાં ધૂઆંધાર બેટિંગ

જૂનાગઢના માંગરોળમાં સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના ગાળામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા 7.28 ઇંચ વરસાદ ઝીંકી દીધો હતો. આ ઉપરાંત, ગીર સોમનાથના સુત્રાપાડામાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ (કુલ 4.84 ઇંચ) અને કોડીનારમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયા હાટિના અને કેશોદમાં 4.37 ઇંચ, વંથલીમાં સવારના બે કલાકમાં 1.73 ઇંચ, જ્યારે જૂનાગઢ તાલુકા અને સિટીમાં 0.83 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરના જોડિયામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ રાતથી શરૂ થયેલા ધીમી ધારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. ગિરનારમાં ધોધમાર વરસાદ

જૂનાગઢ શહેરમાં અંદાજે 4 ઇંચ જ્યારે જિલ્લામાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. ગીરનાર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે સોનરખ નદી મારફતે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ચાતુર્માસના પવિત્ર સમયગાળા દરમિયાન આ દામોદર કુંડનું ધાર્મિક મહત્વ વધી જાય છે. ભારે વરસાદથી ગીરનારની હરિયાળી પણ ખીલી ઊઠી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. એક્સપ્રેસ-વે પર ગાબડું અને જનજીવન પ્રભાવિત

ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ નુકસાની અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાના અહેવાલો છે. અંકલેશ્વરના અડોલ-પીલુદરા વચ્ચે દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર બ્રિજમાં મોટું ગાબડું પડવાના કારણે એક ટેમ્પો પલટી મારી ગયો હતો. સુરતમાં ડિંડોલી રોડ પર મોટો ભુવો પડવાના કારણે વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તાપીના વ્યારામાં ભારે વરસાદને પગલે કણઝા ફાટક નજીકના રેલવે ગરનાળામાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. 6 રસ્તાઓ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ કરાયા

નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પંચાયત હસ્તકના 6 રસ્તાઓ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ કરાયા છે. પાણીના ઓવરટોપિંગ (OT) ના કારણે સરોણા–સદલપુર રોડ કોઝવે, ખડસુપા–ઊન રોડ સ્લેબ ડ્રેઇન, પારડી–સદલાવ રોડ કોઝવે અને સુપા–પેરા–કુચેદ રોડ સ્લેબ ડ્રેઇન બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગો વાપરવા અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સરદાર સરોવર ડેમ અને ચોમાસાની સ્થિતિ

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમમાં 39,315 ક્યુસેક પાણીની નવી આવક શરૂ થઈ છે. આ સાથે જ ડેમની સપાટી 126.17 મીટરે પહોંચી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ભારે આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો, સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું આ રાજ્યોના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પૂરતી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMDAlert Monsoon2026 GujaratRain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ