બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર પૈડાં ડૂબી જાય તેટલું પાણી ભરાયું, ચોટીલામાં રસ્તા પર વહેવા લાગ્યા પાણી

photo-story

5 ફોટો ગેલેરી

Monsoon 2026 / બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર પૈડાં ડૂબી જાય તેટલું પાણી ભરાયું, ચોટીલામાં રસ્તા પર વહેવા લાગ્યા પાણી

Last Updated: 04:53 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. સૌરાષ્ટ્રના ચોટીલા અને લીલીયામાં સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે, જ્યારે લીલીયાની નાવલી નદીમાં નવા નીર આવ્યા છે.

1/5

photoStories-logo

1. બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર પૈડાં ડૂબી જાય તેટલું પાણી ભરાયું, ચોટીલામાં રસ્તા પર વહેવા લાગ્યા પાણી

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થતાં જ વાતાવરણમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ સૌરાષ્ટ્રના ચોટીલા અને લીલીયા પંથકમાં મેઘરાજાની મહેરથી જગતનો તાત ખુશખુશાલ બન્યો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં માળખાકીય સુવિધા અને દબાણોને કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પૂરના નવા નીર આવ્યા

સૌરાષ્ટ્રના યાત્રાધામ ચોટીલામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. સિઝનના આ પ્રથમ સારા વરસાદે ખેડૂતોના મુખ પર સ્મિત લાવી દીધું છે, તો અમરેલીના લીલીયામાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પૂરના નવા નીર આવ્યા છે. આ દ્રશ્યો ખેડૂતો માટે આગામી વાવણીના મંગલ સંકેત સમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર તંત્રની બેદરકારી

જોકે, આ વરસાદની સાથે જ દક્ષિણ ગુજરાતના બારડોલી-નવસારી સ્ટેટ હાઈવે પર તંત્રની બેદરકારી અને આડેધડ દબાણો સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. તરભોણ પાટિયા નજીક રસ્તા પર એટલા પાણી ભરાઈ ગયા છે કે નાના વાહનોના પૈડાં સંપૂર્ણપણે ડૂબી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર

સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, સરભોણ ગામની સીમમાં આવેલી કેટલીક ફેક્ટરીઓ દ્વારા કુદરતી પાણીના નિકાલના માર્ગો પર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહે છે. આ જોખમી સ્થિતિ વચ્ચે વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાઈવે પરની આ જળબંબાકાર સ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી દબાણો દૂર કરી નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 6 રસ્તાઓ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ કરાયા

નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પંચાયત હસ્તકના 6 રસ્તાઓ પર પાણી ફરી વળતાં માર્ગો બંધ કરાયા છે. પાણીના ઓવરટોપિંગ (OT) ના કારણે સરોણા–સદલપુર રોડ કોઝવે, ખડસુપા–ઊન રોડ સ્લેબ ડ્રેઇન, પારડી–સદલાવ રોડ કોઝવે અને સુપા–પેરા–કુચેદ રોડ સ્લેબ ડ્રેઇન બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગો વાપરવા અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon2026 GujaratRain GujaratMonsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ