બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOની વેબસાઈટ 7 દિવસ કેમ બંધ રહી હતી? કઈ-કઈ સિસ્ટમ થઈ અપડેટ? જાણો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:20 PM, 3 July 2026
1/5
EPFO એ તેના પોર્ટલ પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનઅને મેમ્બર એક્સ્પ્રીયન્સ સુધારવા માટે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડ સફળતાપૂર્વક પૂરૂ થયા છે. જેમાં મેમ્બર અને નોકરી આપનાર સર્વિસ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે અને ઉપયોગ માટે ઉપલબ્ધ છે. જેમાં ક્લેમ અને સર્વિસ રીક્વેસ્ટ પર તબક્કાવાર અને આયોજિત રીતે પ્રક્રિયા કરવામાં આવશે. શરૂઆતના બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે એક્સ્ટ્રા વેરીફીકેશન અને ઓથેન્ટીકેશન તપાસ પણ હાથ ધરવામાં આવશે.
2/5
સભ્યો અને નોકરી આપનારને ધીરજ રાખવા વિનંતી છે કેમ કે આ સમયગાળા દરમિયાન ક્લેમ અને અમુક સર્વિસની પ્રક્રિયા સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગી શકે છે. જેથી સભ્યોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ પીક અવર્સ દરમિયાન વારંવાર ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરવાનું કે વારંવાર રીક્વેસ્ટ સબમિટ કરવાનું ટાળે.
3/5
4/5
5/5
શરૂઆતમાં EPFO એ જણાવ્યું હતું કે મેન્ટેનન્સનો સમયગાળો 28 જૂને સમાપ્ત થશે અને સર્વિસ 29 જૂને ફરી શરૂ થશે. બાદમાં તેણે સમયમર્યાદામાં સુધારો કર્યો, તેને 1 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી લંબાવી, અને અંતે જાહેરાત કરી કે સર્વિસ 3 જુલાઈ 2026 ના રોજ ફરી શરૂ થશે. આજે બપોરે આ સર્વિસ રીસ્ટોર કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ