બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / જૂનાગઢ મનપા સહિત વિવિધ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટણી, 28 જુલાઈએ મતદાન, 30મીએ મતગણતરી
Last Updated: 06:40 PM, 3 July 2026
Gujarat Local Elections: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 15 ખાલી બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. જેમાં જૂનાગઢ મનપા, દેવગઢ બારિયા, વિસનગર નગરપાલિકાની 8 બેઠકો, આણંદ જિલ્લા પંચાયતની 1 અને 6 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 28 જુલાઈએ મતદાન થશે અને 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાતની સાથે સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી કુલ 15 બેઠકો માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અખબારી યાદી મુજબ આ પેટા ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકો અને વિસનગર નગરપાલિકાની 1 બેઠકનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT


ADVERTISEMENT
આ ઉપરાંત આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક તેમજ હળવદ, પોશિના, સતલાસણા, હારીજ, નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતોની કુલ 6 બેઠકો માટે પણ મતદાન યોજાશે. તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ઈવીએમ (EVM) મશીનો દ્વારા જ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat / કાલે ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હજારો કરોડોની આપશે ભેટ, ધોલેરા-સુરતમાં શરૂ કરાવશે નવા પ્લાન્ટ
ADVERTISEMENT
ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 14 જુલાઈ 2026
ADVERTISEMENT
ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રુટિની): 15 અને 16 જુલાઈ
ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ: 16 અને 17 જુલાઈ (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાર મુજબ)
ADVERTISEMENT
મતદાનની તારીખ: 28 જુલાઈ (મંગળવાર, સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી)
પુનઃ મતદાન (જો જરૂર જણાય તો): 29 જુલાઈ
મતગણતરી અને પરિણામ: 30 જુલાઈ, 2026
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.